અતુલ તિવારી ,અમદાવાદ: ઇગ્લેંડની ટીમ આગામી વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ દરમિયાન ઇગ્લેંડની ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. આ તમામ મેચ દર્શકો વિના ગાલા સ્ટેડિયમમાં રમાશે. ઇગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ બુધવારે તેની જાણકારી આપી હતી. આ સીરીઝ બાદ ઇંગ્લેંડની ટીમ ફેબ્રુઆરીમાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ, વનડે અને ટી-20 રમશે.  જેમાં અમદાવાદમાં બે ટેસ્ટ અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંગ્લેંડના ભારત પ્રવાસ દરમિયાન મેચનું આયોજન અમદાવાદના સ્ટેડિયમમાં કરવામાં આવતાં તૈયારી શરૂ કરી છે. ત્રીજી ટેસ્ટ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. જે 24 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી પિંક બોલ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. ત્રીજી ટેસ્ટ પિંક બોલ ટેસ્ટ એટલે કે ડે નાઈટ રમાશે, જ્યારે ચોથી ડે ટેસ્ટ રમાશે. 


કોરોન્ટાઇન દરમિયાન ટ્રેનિંગ કરી શકે છે ઇગ્લેંડની ટીમ
ઇગ્લેંડની ટીમ આગામી 2 જાન્યુઆરીના રોજ ચાર્ટર્ડ ફ્લાઇટ વડે શ્રીલંકા રવાના થશે. શ્રીલંકા પહોંચ્યા બદ હંબનટોટામાં ઇંગ્લિશ ટીમને કોરન્ટાઇન કરવામાં આવશે. કોરોન્ટાઇન દરમિયાન ઇગ્લેંડની ટીમ 5 થી 9 જાન્યુઆરી દરમિયાન મહિંદા રાજપક્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરી શકે શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube