Gujarat Weather Forecast : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાજકોટમાં મહાજંગ ચાલી રહ્યો છે. સિરીઝની અંતિમ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. પહેલી 2 મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. રાજકોટમાં આજે ક્રિકેટ ફીવર જામશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સિરીઝની અંતિમ વનડે મેચ છે. ત્યારે આજની મેચમાં વરસાદ વિધ્ન બનશે કે નહિ તેનું બધાના ટેન્શન છે. જો વરસાદ પડશે તો દર્શકોનો મૂડ બગડશે. ત્યારે શું કહે છે આગાહી તે જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રભરમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી 
આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતું વરસાદની આગાહી સમગ્ર સૌરાષ્ટ્રમાં છે. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મંગળવારે રાજકોટ જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેમાં સૌરાષ્ટ્રમાં હળવો વરસાદી માહોલ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરી હતી. આ સાથે આજે મેચના દિવસે ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહી છે કે જેની સીધી અસર મેદાન પર પણ જોવા મળી શકે છે.


અમદાવાદના યુવક હર્ષ સંઘવીને ચાલુ બસમાં આવ્યો હાર્ટએટેક, રાજસ્થાન યાત્રાએ ગયા હતા


વરસાદને લઈને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી. આ કારણે ગુજરાતમાં ભેજવાળુ વાતાવરણ અને ગરમીનો અહેસાસ થશે. વીજળીના કડાકા કોઈ કોઈ જગ્યાએ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે. તો આગામી 5 દિવસમાં બાદ ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ પાંચ દિવસોમાં અમદાવાદમાં સામાન્ય 34 થી 36 તાપમાન રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહિવત્ છે. માત્ર અમદાવાદમાં છુટા છવાયો વરસાદ થઈ શકે છે. 


ફડચામાં ગયેલી કલર મર્ચન્ટ કો ઓપરેટિવ બેંક અંગે રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય


હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દેશભરમાં મોન્સુન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આગામી ચાર દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રભરમાં થંડરસ્ટોર્મ પણ થઈ શકે છે. જેને કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં ક્યાંક છુટોછવાયો વરસાદ આવશે. 


મેચ માટે ચુસ્ત બંદોબસ્ત 
ખંઢેરી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. 3 મેચની સીરિઝમાંથી ભારતે 2 મેચ જીતી સીરીઝ પોતાના નામે કરી લીધી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટશે. બપોરે 1.30 વાગ્યે મેચ શરુ થશે. સ્ટેડિયમ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એન્ટ્રીથી લઈને એક્ઝિટ પોઇન્ટ સુધી કડક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આજની મેચને લઈને ભારતે કેટલાક ફેરફાર કર્યાં છે. શુભમન ગીલ, મોહમ્મદ શામી આજની મેચ નહિ રમે. હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર પણ આજની મેચમાં નથી. 


ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હવામાન વિભાગની આગાહી : આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે