એક સેલ્ફી તો બનતી હૈ... નમો સ્ટેડિયમમાં 75 વર્ષની ક્રિકેટ મૈત્રીની ઉજવણીની સામે આવી અદભૂત તસવીર
India vs Australia Ahmedabad Test Match : અમદાવાદમાં ઐતિહાસિક અવસર.... પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના બન્યા સાક્ષી....
Motera Stadium : અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની 75 વર્ષની ક્રિકેટ મૈત્રીની ઉજવણીનું સાક્ષી રહ્યું છે. બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ આજે ભવ્યાતિભવ્ય સમારોહ સાથે શરૂ થઈ છે. ગુજરાતી ગરબાથી લઈને ગ્રાઉન્ડમાં બંને નેતાઓનું રથ પર સવાર થઈને ફરવું જાણે પહેલા ક્યારેય જોવા મળ્યુ ન હોય તેવો નજારો જોવા મળ્યો. ત્યારે નમો સ્ટેડિયમથી એક અદભૂત તસવીર સામે આવી છે. જેમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝની આ સેલ્ફી છે. બંનેએ સ્ટેડિયમમાં બેસીને એક સેલ્ફી લીધી હતી.
મેચમાં ટોસ ઉછાળીને પીએમ મોદીએ અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે સાથે સ્ટેડિયમમાં હોલ ઓફ ફ્રેમમા પ્રદર્શન નિહાળ્યુ હતું. જેના બાદ તેઓએ પ્લેયર્સનો ઉત્સાહ વધારીને સ્ટેડિયમથી રવાના થયા હતા. પરંતુ હાલ તેમની સેલ્ફી ચર્ચામાં આવી છે.
આ પણ વાંચો :
PM મોદીની ક્રિકેટ ડિપ્લોમસી : મોટેરા સ્ટેડિયમથી બે દેશોના અતૂટ દોસ્તાનાની અનોખી તસવીરો જુઓ
પ્રધાનમંત્રી સ્ટેડિયમથી રાજભવન ખાતે જવા રવાના થયા હતા. જેમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રીએ મોદી મહત્વની બેઠકો કરશે. રાજભવન ખાતે 10.30 થી 2.30 સુધીના 4 કલાકનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિડ્યુલ સામે આવ્યું છે. રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહત્વની બેઠક કરશે. ગુજરાતના વિકાસ કાર્યોની પીએમ મોદી સમીક્ષા કરશે. સાથે જ ગુજરાતના રાજકીય મુદ્દાઓને લઈને પણ પીએમ મોદી બેઠક કરશે. બોર્ડ નિગમ નિયુક્તિ, રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણ, સંગઠનમાં ફેરબદલ જેવા વિષયો પર પ્રધાનમંત્રી રાજકીય આગેવાનો સાથે બેઠક કરશે. તેના બાદ રાજભવનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 2.35 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. બપોર 3 પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો :
ભારતની ડિગ્રી હવે ઓસ્ટ્રેલિયામાં પણ ચાલશે, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળશે
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. PM મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એન્થની અલ્બનીઝનું સ્વાગત કર્યુ હતું. બંને પ્રધાનમંત્રીની હાજરીએ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. તે પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં ગુજરાતની ઓળખ એવા ગરબાની ધૂમ મચાવી. PM મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પારંપરિક ગરબાની મજા માણી હતી. PM નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માને કેપ આપીને મેચ માટે શુભકામના આપી. જ્યારે ઓસ્ટ્રેલિયાના PMએ ટીમના કેપ્ટન સ્ટિવ સ્મિથને કેપ આપી શુભેચ્છા પાઠવી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયા માટે મેચ જીતવી જરૂરી છે.