World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થશે તે નક્કી છે. આ બ્લોકબસ્ટર મેચમાં ભારતની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. તો બાબર આઝમના ખભા પર પાકિસ્તાન ટીમનો દારોમદાર રહેશે. ભારત અને પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ની શરૂઆતની બંને મેચમાં જીત હાંસલ કરી છે. એવામાં બંને ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. પરંતુ ખરાખરીનો જંગ તો સટ્ટોડિયાના બજારમાં જામશે. ભારત અને પાકિસ્તાનની મેચ માટે દુબઈ સહિતના દેશોમાંથી 150 બુકીઓએ અડિંગો જમાવ્યો છે. ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ રસિકોની સાથે સટ્ટો રમાડનારા અને રમનારાઓ માટે પણ આજે મોટો દિવસ છે. હાલ સટ્ટા બજારમાં ભારતનું માર્કેટ ઉચકાયું છે. ભારતનો ભાવ 48 પૈસા અને પાકિસ્તાનનો ભાવ 1.52 પૈસા બોલાઈ રહ્યો છે. જેમાં ભારત હોટ ફેવરિટ છે. સટ્ટો રમાડનારા બુકીઓ માટે આજે મોટો દિવસ છે. શરૂઆત કોણ જીતશે તેના પર થશે. માત્ર એકલા ગુજરાતમાઁથી જ 500 કરોડનો સટ્ટો રમાશે. તો આખા દેશની વાત કરીએ તો લગભગ ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાશે. 


આજની મેચમાં વરસાદ પડશે કે નહિ? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી આવી ગઈ


એવુ કહેવાય છે કે, આ મેચને લઈને સ્ટેડિયમમાં જ 150 જેટલા બુકીઓ હાજર રહેશે. જેમાં મોટાભાગના બુકીઓ દૂબઈ સહિત અન્ય દેશોમાંથી અહી આવ્યા છે. તેમાં પણ ભારત પાકિસ્તાનની મેચ તો દર્શકો માટે રોમાંચક હોય છે. સામાન્ય રીતે એક મેચમાં ઓછામાં ઓછા 1500 કરોડનો સટ્ટો રમાડવામા આવશે. પરંતુ ભારત પાકિસ્તાનની મેચમાં સટ્ટાની રકમ 3 હજાર કરોડને પાર થઈ જશે. 


સ્ટેડિયમથી લાઈવ ટેલિકાસ્ટ થાય અને ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી મેચમાં સાત સેકન્ડનો તફાત હોય છે. જેને કારણે સટ્ટોડિયા દરેક મેચમાં પોતાના ખાસ માણસોને સ્ટેડિયમમાં બેસાડતા હોય છે. આ બધા પાસા મેચમાં ધ્યાનમાં રાખવામા આવે છે.


Ind vs Pak : 2 વાગ્યે મેચ શરૂ થશે, અમદાવાદનો 2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ રહેશે


ભારતીય ટીમના ચાહકોને આશા છે કે ભારત આ મેચને જીતીને પાકિસ્તાન સામે પોતાના રેકોર્ડને 8-0 કરવા માગશે. કેમ કે વર્લ્ડ કપની છેલ્લી 7 મેચમાં ભારતે પાકિસ્તાન ટીમને પરાજય આપ્યો છે. તેના કારણે પાકિસ્તાન ટીમ પર થોડું વધારે મનોવૈજ્ઞાનિક દબાણ જરૂર હશે. કેપ્ટન રોહિત શર્મા જો આ મેચમાં ટોસ હારશે તો આ ટીમ ઈન્ડિયા માટે લકી સાબિત થઈ શકે છે. કેમ કે હાલના વર્લ્ડ કપમાં અત્યાર સુધી જે 11 મેચ રમાઈ છે. જેમાં ટોસ જીતનારી ટીમને 8 વખત હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે ટોસ જીતવામાં સફળ સાબિત થયો નહતો. પરંતુ ભારતે બંને મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો. 


ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયામા જોઈને એવું ફળ ઉગાડ્યુ, લાખોની આવક કરતા થયા