અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેડક્વાર્ટર્સના નેજા હેઠળ ભારતીય વાયુસેના દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદમાં આવેલા SWAC કમ્યુનિકેશન ફ્લાઇટ (SVBP આંતરરાષ્ટ્રીય હવાઇમથકની પાસે) ખાતે “નો યોર એરફોર્સ” (તમારી વાયુસેનાને જાણો) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની ભૂમિકા અને કામગીરીઓથી પરિચિત કરાવવાનો છે. 01 ઓક્ટોબર 2022ના રોજ યોજનારા ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાતના આદરણીય રાજ્યપાલ દ્વારા આ પ્રદર્શનનો શુભારંભ કરાવવામાં આવશે.


આ પ્રદર્શનમાં પ્રાથમિકરૂપે ભારતીય વાયુસેનાની નોંધપાત્ર અસ્કયામતો જેમ કે એરક્રાફ્ટ, મિસાઇલ, શસ્ત્રો પ્રણાલી, રડાર વગેરેનું પ્રદર્શન સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલ (ભારતીય વાયુસેનાની સમજ ધરાવતું સ્પેશિયાલિટી વાહન) અને ફ્લાઇંગ સિમ્યુલેટર (એરક્રાફ્ટ ફ્લાઈંગ પર એક ગેમિંગ કન્સોલ) પણ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, કાર્યક્રમના તમામ દિવસો દરમિયાન વાયુસેના બેન્ડ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે.