Porbandar News અજય શીલુ/પોરબંદર : અરબી સમુદ્રમાં મધ દરિયે જહાજે જળસમાધી લેતા જહાજના ક્રુ મેમ્બરનુ ભારતીય કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયામાં ડૂબી રહેલા 9 ક્રુ મેમ્બરના જીવ બચાવી તમામ ક્રુ મેમ્બરને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે લાવવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડ ડીઆઈજીએ આ સમગ્ર ઓપરેશન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમિ દ્વારકાના સલાયાના તાજદર એ હરમ નામના જહાજે દરિયામાં જળસમાધિ લેતા જહાજમાં રહેલ 09 ક્રુ મેમ્બરનુ ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સી સાથે સંકલન કરી રેસ્ક્યુ ઓપરેશન કર્યુ છે. આ જહાજ ગત 24 ડિસેમ્બરના રોજ જનરલ કાર્ગો સામાન ભરીને મુન્દ્રાથી યમન પોર્ટ જઇ રહ્યું હતું, તે દરમિયાન 26 તારીખના રોજ જહાજમાં કોઇ કારણોસર પાણી ભરાવાનું શરુ થતા જહાજે દરિયામાં જળસમાધિ લીધી હતી. જહાજ ડૂબે તે પૂર્વે આ ઈમરજન્સી અંગે એમ.આર.સી.સી મુંબઈને જાણ તેઓએ ભારતીય કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર નોર્થ વેસ્ટને તથા સમગ્ર એરિયાને એલર્ટ કરી હતી અને ઈમરજન્સી અંગે જાણકારી આપી હતી.


 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)


 


આ જહાજ જ્યાં ડુબ્યુ હતું તે પાકિસ્તાની એસ.એસ.આરમાં હોવાથી ત્યાની સુરક્ષા એજન્સીઓ પણ સર્ચ અને મદદ માટે પહોંચી હતી. ખરાબ હવામાન વચ્ચે પણ ભારતીય કોસ્ટગાર્ડે પણ તેમના આઇસીજી સુર જહાજને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી ક્રુ મેમ્બરની શોધખોળ હાથ ધરી હતી. કોસ્ટગાર્ડના સાર્થક જહાજ વડે ક્રુ મેમ્બરનુ રેસ્ક્યુ કરી તેઓને પ્રાથમિક મેડિકલ સારવાર આપી પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આ સમગ્ર ઓપરેશન અંગે પોરબંદર કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ડીઆઇજી પંકજ અગ્રવેલે રેસ્ક્યુ ઓપરેશન અંગે જાણકારી આપી હતી.


સદીની સૌથી મોટી ભવિષ્યવાણી આ પુસ્તકમાં લખાઈ છે, શનિના મીન રાશિમાં જતા જ દુનિયાના અંતના સંકેત દેખાશે


અરબી સમુદ્રમાં ડુબેલા સલાયાના માલવાહક જહાજના બચાવાયેલા 9 જેટલા ક્રુ મેમ્બરોને આઇસીજી શુર શીપ વડે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે લાવવામાં આવ્યા હતા. તાજદર એ હરમ નામના જહાજના ક્રુ મેમ્બરે સમગ્ર ઘટના અંગે પોતાની આપવીતી જણાવતા પંકજ અગ્રવાલે જણાવ્યુ હતું કે,ગત 24 તારીખના રોજ મુન્દ્રા જેટી પરથી માલ ભરીને યમન ખાતે જવા રવાના થયા હતા. ત્યારબાદ દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોઈ કારણોસર જહાજમાં પાણી ભરાવા માંડ્યું હતું, જેના કારણે જહાજે જળ સમાધી લઇ લીધી હતી. આ અંગે ઈન્ડીયન કોસ્ટગાર્ડને જાણ કરાતા કોસ્ટગાર્ડ દ્વારા જહાજના તમામ 9 ક્રુ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા. ક્રુ મેમ્બરોને મેડીકલ ચેકઅપ વગેરેએ જરૂરી કાર્યવાહી કરી કોસ્ટગાર્ડ જેટી ખાતે લાવવામાં આવ્યા હતા. જહાજમાં રહેલા તમામ ક્રુ મેમ્બરોએ પોતાના જીવ બચાવવા બદલ ઈન્ડીયન કોસ્ટગાર્ડનો આભાર માન્યો હતો. 


અરબી સમુદ્રમાં પાકિસ્તાનના કરાંચી નજીકના દરિયામાં સલાયાના માલવાહક જહાજ તાજદર-એ-હરમે જળ સમાધી લેતા પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની મદદથી ભારતીય કોસ્ટગાર્ડને 9 જેટલા ક્રુ મેમ્બરોના જીવ બચાવવામાં સફળતા મળી હતી. જહાજના ક્રુ મેમ્બરોએ પણ પોતાના જીવ બચાવવા બદલ ભારતીય કોસ્ટગાર્ડનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


સદીની સૌથી મોટી ભવિષ્યવાણી આ પુસ્તકમાં લખાઈ છે, શનિના મીન રાશિમાં જતા જ દુનિયાના અંતના સંકેત દેખાશે