મુસ્તાક દલ/જામનગર: જામનગરના રહેવાસી અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને તેના માતા વિરુદ્ધ અદાલતે વોરંટ ઇસ્યુ કર્યું છે. વર્ષ 2018 માં જામનગર શહેરના શરૂ સેક્સન રોડ પર રિવાબાની કાર સાથે અકસ્માત થયો હતો. રિવાબાની કાર અને પોલીસ કર્મચારીની મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસ કર્મચારીએ રિવાબા પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ રિવાબાએ નોંધાવી હતી. આ કેસ મામલે અદાલતે રિવાબા અને તેના માતાને વારંવાર સમન્સ જાહેર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે, જામનગરમાં વર્ષ 2018માં પોલીસ હેડ ક્વાર્ટર નજીક વાહન ટકરાવાની બાબતે ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર હુમલો કરવાના એક કોન્સ્ટેબલ સામે નોંધાયેલા કેસમાં ફરિયાદી ક્રિકેટરના પત્ની અને સાક્ષી એવા તેણીના માતા સામે કોર્ટે સમન્સ કાઢ્યા બાદ હવે તેઓને કોર્ટમાં હાજર થવા વોરંટ કાઢ્યું છે.


જાણો શું હતો સમગ્ર કેસ?
આ ઘટના વિશે વાત કરીએ તો 21/05/2018ના પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી કાર લઈને પસાર થતા રિવાબાની કાર સાથે પોલીસ કર્મચારી સંજય કરંગીયાનું મોટર સાઈકલ અથડાયા બાદ બોલાચાલીમાં રિવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જે મામલે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 


બનાવ વખતે રિવાબાના માતા પણસાથે હતા. તેથી રિવાબા સાથે તેમને પણ કોર્ટ દ્વારા સમન્સ કરાયું હતું. જે બાદ વારંવાર મુદ્દત પડી. બાદમાં કોર્ટ જામીન લાયક કોર્ટ કાઢ્યું હતું. જે વિવિધશેરાઓની નોંધ સાથે પરત આવેલું. ત્યારબાદ હાલમાં ફરી કોર્ટે રિવાબા અને તેમના માતા સામે વોરંટ કાઢ્યું છે. રિવાબાનું વોરંટ જામનગર એસપી મારફતે અને તેના માતાનું રાજકોટ પોલીસકમિશનર મારફતે બજાવણી કરવા હુકમ થયો છે. કેસની આગામી તારીખ 25 માર્ચ રાખવામાં આવી છે.