Gujarat Elections 2022 મુસ્તાક દલ/જામનગર : જામનગર બેઠક પર ફેમસ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં છે. રવિન્દ્ર જાડેજા પત્નીના ઉમેદવારી ભરતા સમયે પણ હાજર રહ્યા હતા. ત્યારે આજે તેઓ જામનગરમાં પત્ની સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રીવાબાના સમર્થનમાં રવિન્દ્ર જાડેજાનો જામનગરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં રવિન્દ્ર જાડેજા જામનગરની બજારમાં ખુલ્લી જીપમાં ફર્યા હતા. એક દિગ્ગજ ક્રિકેટરે પત્ની માટે વોટની અપીલ કરી હતી. રવિન્દ્ર જાડેજાને ઠેર ઠેર પ્રચંડ આવકાર મળ્યો હતો. રોડ શો દરમિયાન જાડેજા પર ફૂલોની વર્ષા થઈ હતી. --


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના તેમાં પત્ની અને જામનગર શહેરમાં 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે રિવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આજે ખુદ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાના પ્રચારમાં મેદાને ઉતર્યા હતા. જામનગર શહેરના 78 જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં ક્રિકેટ રવિન્દ્ર જાડેજા દ્વારા ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. જામનગરની જનતા અને ક્રિકેટ રસિકો દ્વારા ઠેર ઠેર રવિન્દ્ર જાડેજાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 


રવિન્દ્ર જાડેજાની એક ઝલક જોવા જામનગરના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જાડેજાએ તમામ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ પત્ની માટે વોટની અપીલ પણ કરી હતી. 



ભાજપના આગેવાનો, સમર્થકો અને અને યુવા ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા સાથે રોડ શોમાં જોડાયા હતા. જામનગર શહેરમાં આજે સાંજે 5 વાગ્યે શરૂ કરીને મોડી સાંજ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાની જીતનો વિશ્વાસ રવિન્દ્ર જાડેજાએ વ્યક્ત કર્યો હતો.


નણંદ-ભાભીનો જંગ જામ્યો
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ આજે પોતાની ભાભી પર આરોપ મૂક્યો છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. જામનગરમાં કોંગ્રેસ મહિલા નેતા નયનાબા જાડેજાએ ભાજપના ઉમેદવાર અને ભાભી રિવાબા જાડેજા સામે આકરા આક્ષેપો કર્યા છે. નયનાબા જાડેજાએ જણાવ્યું છે કે, જામનગર 78 ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનું રાજકોટમાં મતદાન મથક છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ નહીં. પોતે પોતાને મત આપી શકે તેમ નથી તો લોકો પાસે કેમ મત માંગો છો? 78 વિધાનસભા બેઠકના લોકો આયાતી ઉમેદવારને મત કેમ આપશે? ચૂંટણી બાદ તે રાજકોટમાં જ રહેવાના છે.