Nicaragua Flight Case મહેસાણા : ફ્રાન્સમાં ભારતીય મુસાફરોથી ભરેલા પ્લેનને રોકવાનો મામલો ગરમાયો છે. વિમાનમાં 303 ભારતીયો સવાર હતા, તેમને માનવ તસ્કરીની શંકાના આધારે રોકી દેવામાં આવ્યું છે. હવે આ કેસના તાર ગુજરાત તસ્કરી કેસના મુખ્ય સૂત્રધાર શશી કિરણ રેડ્ડી સાથે જોડાવા લાગ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ અનુસાર, શશી કિરણ રેડ્ડી દુબઈ-નિકારાગુઆ ફ્લાઈટનો સંભવિત માસ્ટરમાઇન્ડ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે તે વર્ષ 2022ના ડીંગુચા કેસનો કથિત સૂત્રધાર છે અને ગુજરાત પોલીસ દ્વારા પુરાવાના અભાવે તેને છોડી દેવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રાન્સની રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઈટ રોકી કારી છે. જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓ મોટાભાગના મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે. અંદાજિત 96 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હોવાનું ખુલ્યું છે.  આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. 


અમદાવાદનો આ વર્ષનો ફ્લાવર શો હશે ખાસ, પહેલીવાર સૌથી લાંબી ફ્લાવર વોલ તૈયાર કરાશે


ફ્લાઇટમાં હાજર લોકોમાંથી ત્રીજા ભાગના લોકો ગુજરાતના 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનમાં લગભગ એક તૃતીયાંશ લોકો ગુજરાતના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રેન્કની વેટ્રીમાં અટકાયત કરાયેલા 303 મુસાફરોમાંથી 96 લોકો ગુજરાતના છે. આ કેસમાં ગુજરાત ટ્રાફિકિંગના સાગરીત શશી કિરણ રેડ્ડી સાથે કનેક્શન છે. પકડાયેલા પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મૂકાયા છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ચેતન નામનો યુવક આજથી લગભગ બે થી ત્રણ મહિના પૂર્વે અમેરિકા જવા માટે તેની બાજુના ગામના કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હોવાની આશંકા છે. ત્યારે હવે ફ્રાન્સના એરપોર્ટથી નામ ખૂલશે તો જ સત્ય બહાર આવશે. 


એક કપલ અને 2 બાળકોનું થયું હતું મોત
તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ડીંગુચા કેસમાં ગુજરાતના ગાંધીનગરથી લોકોના મોટા સમૂહને ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકા લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અમેરિકન બોર્ડર પર એક દંપતી અને તેમના બે બાળકોના મોત થયા હતા. જેમાં 19 જાન્યુઆરી, 2022ના રોજ કેનેડાના મેનિટોબામાં ઇમર્સન નજીકથી ડીંગુચાના રહેવાસી જગદીશ પટેલ, તેમની 37 વર્ષીય પત્ની વૈશાલી, 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષના પુત્ર ધાર્મિકના મૃતદેહ યુએસ બોર્ડરથી લગભગ 12 મીટર દૂર મળી આવ્યા હતા. 


મોજશોખ માટે આખા ગુજરાતમાં તરખાટ મચાવનાર મહાઠગ ઝડપાયો, લક્ઝુરિયસ કારનો છે શોખીન


કોણ છે શશિ કિરણ રેડ્ડી?
સૂત્રોએ જણાવ્યું કે શશિ કિરણ રેડ્ડી 15 વર્ષથી માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તે દુબઈથી નિકારાગુઆ સુધીની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ગોઠવે છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 800 ભારતીયોના અમેરિકામાં ગેરકાયદે પ્રવેશને સરળ બનાવવા માટે છેલ્લા બે મહિનામાં 8 થી 10 ફ્લાઈટ્સ નિકારાગુઆ લઈ જવામાં આવી છે.


શું જગદીશ પટેલનો ભાઈ આ પ્લાનમાં સામેલ હતો?
ડીંગુચા કેસમાં જાણવા મળ્યું હતું કે પીડિત જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર ડીંગુચાએ ખતરનાક યાત્રાનું આયોજન કર્યું હતું. એજન્સીના એક સૂત્રએ જણાવ્યું કે, 'મહેન્દ્ર રેડ્ડી સાથે કામ કરતો હતો અને તેણે ગુજરાતમાંથી હજારો લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા. રેડ્ડીએ જગદીશ અને તેના પરિવારના દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને ઓફશોર માનવ તસ્કરો સાથે સંકલન કરીને તેમને યુએસ સરહદ પાર કરવામાં મદદ કરી હતી.


હજારો વર્ષો પહેલા દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ