‘ગ્રેટ ઓલ્ડ લેડી’ INS વિરાટ જહાજ અલંગના દરિયા કિનારે પહોંચ્યું, સરવે કરવા સરકારી અધિકારીઓ દોડતા થયા
- 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ INS વિરાટ ભારતીય નેવીની શાન કહેવાતુ આ યુદ્ધજહાજ આજે અલંગના ભંગારવાડા ખાતે આવી પહોંચશે.
- વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે.
નવનીત દલવાડી/ભાવનગર :સમગ્ર વિશ્વનું સૌથી જૂનું જહાજ એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ (INS virat) ને ભાવનગરના અલંગમાં ભાંગવામાં આવી પહોંચ્યું છે. 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ INS વિરાટ ભારતીય નેવીની શાન કહેવાતુ આ યુદ્ધજહાજ આજે અલંગના ભંગારવાડા ખાતે આવી પહોંચશે. બે દિવસ પહેલા તે મુંબઈથી ભાવનગર (Bhavnagar) આવવા રવાના થયું હતું. જે આજે ભાવનગર પહોંચી ગયું હતું. બે મહિના સુધી તેનું ભંગાણ કામ ચાલશે.
વિરાટકાય જહાજ અલંગના દરિયામાં આવી પહોંચ્યું છે. આ યુદ્ધ જહાજ વિરાટને અલંગના દરિયામાં એંકરેજ કરાયું. જહાજ આવી પહોંચતા જ કસ્ટમ્સ, જીએમબી, જીપીસીબી સહિતના અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. સૌપ્રથમ સરકારી અધિકારીઓ દ્વારા વિરાટનો સરવે કરાશે. સરવે ક્લિયરન્સ બાદ ભરતીના સમયે INS વિરાટને બીચ કરાશે.
આ પણ વાંચો : સવારે 4 વાગ્યે સુરતમાં જર્જરિત ઈમારત ધરાશાયી, નીચે સૂતા 3 મજૂરોના મોત
ભાવનગરના શિપબ્રેકરે વિરાટ કેરિયર ખરીદ્યું છે અને હવે તે INS વિરાટની ભાવનગરના અલંગ તરફ અંતિમ સફર થઈ હતી. અલંગના શિપબ્રેકરે ઓનલાઈન હરાજીમાં INS વિરાટ કેરિયરને 26 કરોડમાં ખરીદ્યું હતું. અલંગ પ્લોટ 81માં આ જહાજને ભાંગવામાં આવશે. લિગલ પ્રોસેસ બાદ તે મુંબઈથી ભાવનગર તરફ આવવા રવાના થયું હતું. જેના બાદ વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે.
2017માં સેવાનિવૃત્ત થયુ હતું
ભારતીય નૌસેનાનું બીજુ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી, અને આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષો સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું. જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબજો છે, તે જ સૌથી વધુ બળવાન છે.
આ પણ વાંચો : હિંમતનગર સિવિલે હોસ્પિટલે તંત્રને કહ્યું, જાણ કર્યા વગર દર્દીઓને અહી ન મોકલો, અમારી પાસે ઓક્સિજન નથી
1987થી સેવા આપી રહ્યું છે આઈએનએસ વિરાટ
એચએમએસ હર્મીસના નામથી ઓળખાતું જહાજ 1959થી બ્રિટનના રોયલ નેવીમાં સેવામાં હતું. 1980ના દાયકામાં ભારતીય નૌસેનાએ તેને સાડા છ કરોડ ડોલરમાં બ્રિટન પાસેથી ખરીદ્યું હતું અને 12 મે, 1987ના રોજ તેને ભારતીય નૌસેનામાં સામેલ કર્યું હતું.
ગિનીસ બૂકમાં છે સ્થાન
આઈએનએસ વિરાટનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તે દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતુ હતું અને તેમ છતા સારી કન્ડીશનમાં હતું. તેને ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ નામથી પણ ઓળખવામાં આવતુ હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનાર જહાજ છે.
આ પણ વાંચો : મૃત બાળકીની તસવીર સામે કીર્તિદાન ગઢવીએ ‘લાડકી’ ગીત ગાતા જ આખો પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો હતો