આવતીકાલનો દિવસ ખાસ! ભારતનો પુશ અપ મેન તોડશે પાકિસ્તાનનો રેકોર્ડ, નોંધાવશે ગિનીશ બુકમાં નામ
ગાંધીનગરનાં સેક્ટર-17 માં આવેલા ટાઉન હોલ ખાતે 9 મી નવેમ્બર, 2024 નાં રોજ પુશ અપ મેન ઓફ ઇન્ડિયા રોહતાસ ચૌધરી પાકિસ્તાનનો પુશ અપ રેકોર્ડ તોડશે. 27 કિલો વજન સાથે એક પગ પર 534 પુશ અપનો પાકિસ્તાનનો વિશ્વ રેકોર્ડ છે.
Pushup man of India, ઝી બ્યુરો/ગાંધીગર: 9 નવેમ્બર 2024 ની તારીખ ભારત માટે ગિનીસ બુક ઓફ રેકોર્ડ સુવર્ણ અક્ષરે નોંધાઇ શકે છે, જો દિલ્લીના યુવાન રોહતાસ ચૌધરી એક અનોખી ચેલેન્જ પૂર્ણ કરવામાં સફળ થઇ જશે તો બોડી બિલ્ડર અને પુશઅપ મેન રોહતાસ ચૌધરીએ પીઠ પર 27 કિલો વજન રાખી એક પગે એક કલાકમાં 534 પુશ અપનો પાકિસ્તાના અહમદ અમીન બોડલાના રેકોર્ડને તોડવાની ચેલેન્જ સ્વિકારી છે.
આટલા દિવસ સુધી ગુજરાતમાં નહીં પડે ઠંડી! ઉભો થયો મોટો ખતરો, આવી રહ્યાં છે 3 વાવાઝોડા
જે અંતર્ગત 9 નવેમ્બરે ગાંધીનગરના ટાઉનહોલમાં તેઓ આ ચેલેન્જ સ્વીકારી પાકિસ્તાનનો રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરશે અને જો તેમા તેઓ સફળ થશે તેઓ પોતાનો આ રેકોર્ડ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરશે. 9 નવેમ્બરે યોજાનારી ઇવેન્ટ માટે રોહતાસ ચૌધરી હાલ અમદાવાદના મહેમાન બન્યા છે.
ઉત્તરપ્રદેશમાં ગુજરાતી તીર્થયાત્રીકોની બસને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત
નોંધનીય છેકે વર્ષ 2004 માં તેઓ બોક્સિંગ કરતા હતા. પરંતુ વર્ષ 2007 માં તેમનો ગંભીર અકસ્માત થતા તેમની કરોડરજ્જુના 3 મણકામાં સમયાંતરે અત્યંત જોખમી કહી શકાય એવા 7 ઓપરેશન કરવામાં આવી ચૂક્યા છે. આ તમામ પરિસ્થીતી માંથી બહાર આવીને તેઓ અત્યંત મક્કમ મનોબળ સાથે 9 નવેમ્બરે પાકિસ્તાનના અહમદ અમિનના રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરશે.
વિકાસકામોને પગલે અમદાવાદનો આ વર્ષો જૂનો રસ્તો હવે કાયમ માટે બંધ! જાણો વિગતો
સંપૂર્ણ શાકાહારી એવા રોહતાસ ચૌધરી સવારે 4 વાગે ઉઠીને 5 થી 9 વાગ્યા સુધી એમ દરરોજ 4 કલાક વર્કઆઉટ કરે છે. ઉલ્લેખનીય છેકે ગત 12 જાન્યુઆરીએ રોહતાસ ચૌધરીએ 37 કીલો વજન રાખી બન્ને પગે કુલ 537 પુશ અપના સ્પેનનો રેકોર્ડ તોડી 743 પુશ અપનો રેકોર્ડ બનાવ્યો છે.