ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના ખેડૂતોએ આ વર્ષે મોટાપાયે ચીકુનુ ઉત્પાદન કર્યું છે. દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં ચીકુનું મોટું પ્રોડક્શન થયું છે. હવે અહીંથી ચીકુ દેશના મોટા શહેરોમાં મોકલવામાં આવશે. આ માટે ઈન્ડિયન રેલવેએ ખેડૂત સ્પેશિયલ ટ્રેન દોડાવી છે. રાજ્યના અમલસાડ સ્ટેશનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (બીડીયુ) માલ આપાતકાલીન હેન્ડલિંગ સ્ટેશન તરીકે શરૂ કરવામાં આવ્યું છે. અહી વાહનોની અવરજવર માટે રસ્તો પણ તૈયાર કરવામાં આવ્યો છે. અમલસાડ તથા દહાણુ રોડથી ચીકુ દિલ્હીના આદર્શ નગર સુધી મોકલવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમલસાડથી દિલ્હી ચીકુ મોકલવા  માટે 100 ખેડૂત સ્પેશિયલ રેલનું પરિચાલન થઈ રહ્યું છે. 16 વર્ષ બાદ બંધ રેલવે રુટ ફરીથી શરૂ કરાય છો. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલ તેમજ મુંબઈ સેન્ટ્રલ મંડળના પ્રબંધક જીવી એલ સત્યકુમાર તથા વલસાડના સીએમઆઈ ગણેશ જાદવની ટીમે કૃષિ ઉત્પાદકોને મોડું કર્યા વગર અને વગર કોઈ તકલીફે આંતરરાજ્યના માર્કેટમાં મોકલવાના હેતુથી સ્પેશિયલ માલગાડીઓ દોડાવી છે. 


રેલવેના અધિકારીએ જણાવ્યુ કે, અહીનો રુટ 16 વર્ષથી બંધ હતો, જેની શરૂઆત થવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો તેમજ વેપારીઓને મોટી રાહત મળી છે. મુંબઈ રેલ મંડળ પ્રબંધક અને સીએમઆઈના પ્રયાસોને પગલે બંધ રુટ ફરીથી શરૂ થયો છે. તેમણે કહ્યું કે, 16 વર્ષ બાદ 28 જાન્યુઆરીના રોજ પહેલી ખેડૂત સ્પેશિયલ ટ્રેન અમલસાડના ચીકુ લઈને નવી દિલ્હીના આદર્શ નગર સ્ટેશન સુધી મોકલવામાં આવી હતી. 


ગુજરાતથી પહેલીવાર ટ્રેનથી બાંગ્લાદેશ મોકલાઈ ડુંગળી
મહામારી દરમિયાન ખેડૂતોનો મોટો ફાયદો થાય તે માટે આ પહેલા પણ પશ્ચિમ રેલવેએ ઈન્દોર પાસે લક્ષ્મીનગર અને ન્યુ ગુવાહાટીની વચ્ચે પહેલા ખેડૂત સ્પેશિયલ ટ્રેન 24 નવેમ્બરના રોજ દોડાવી હતી. તેના બાદ અમલસાડ સ્ટેશનથી રેલવેએ 100 નો આંકડો પાર કરી લીધો છે. મુંબઈ મંડળ દ્વારા ચીકુ પરિવહ માટે અત્યાર સુધી 100 ખેડૂત સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ છે. વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે, મહારાષ્ટ્રના દહાણુ તેમજ ધોલવડ અને વલસાડ, ઉદવાડા, ચીખલી, નવસારી, અમલસાડ વિસ્તારના કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વર્ગોને ખેડૂત સ્પેશિયલ ટ્રેનોનો ફાયદો મળી રહ્યો છે.