ગાંધીનગર: મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે.  જેની વિગતો નીચે મુજબ છેઃ-


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ટ્રેન નં. 12009 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 24 ડિસેમ્બરથી દરરોજ (રવિવાર સિવાય)  મુંબઈ સેન્ટ્રલથી 06:10 વાગ્યે ઉપડશે અને 12.22 વાગ્યે અમદાવાદ પહોંચશે અને 12.37 વાગ્યે રવાના થઈ 13.40 વાગ્યે ગાંધીનગર કેપીટલ પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. 12010 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર થી 14.20 વાગ્યે ઉપડીને 15.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને 15.05 વાગ્યે રવાના થઈ 21.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.  બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.


સંચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.  પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા વિનંતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube