નવી દિલ્લીઃ દિવાળીના તહેવાર પર સૌ કોઈ બહાર ગામ જવાની તૈયારી કરતા હોય છે. ત્યારે વાહન જલદી નથી મળતા. એવામાં સૌ કોઈનો મદાર રેલવે પર હોય છે. ત્યારે રેલવે વિભાગે આ વખતે ગુજરાતીઓને દિવાળીના તહેવાર પર મોટી ભેટ આપી છે. મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સીઝનમાં તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર કેટલીક વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારોમાં ટ્રાસ્પોટેશનને કોઈ અસર ન પડે, પબ્લિક એક સ્થળેથી સરળતાથી બીજા સ્થળે જઈ શક તે આશયથી પશ્ચિમ રેલ્વે વધુ ત્રણ જોડી તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. વિવિધ સ્થળો માટે તહેવાર વિશેષ ટ્રેનોના 360 ફેરા મારવામાં આવશે. પશ્ચિમ રેલ્વેની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનો 6.25 લાખથી વધુ મુસાફરોને લાભ થશે. પશ્ચિમ રેલ્વેએ જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ, આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે.  પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 360 ટ્રીપ્સ સાથે વિવિધ સ્થળો માટે 44 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે, જેનો લાભ આશરે 6.25 લાખ મુસાફરોને મળ્યો છે.  તહેવાર વિશેષ ટ્રેનોની વિગતો આ મુજબ છે.


ટ્રેન નંબર 09423/09424 અમદાવાદ-પટના સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત  ટ્રેન નંબર 09557/09558 ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ટ્રેન મુસાફરો માટે મુકવામાં આવી છે. જ્યારે ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પણ મુસાફરોની સવલત માટે મુકાઈ છે. આમ ગુજરાતીઓને દિવાળીમાં પશ્ચિમ રેલવેએ આ પ્રકારની ખાસ ભેટ આપી છે. ટ્રેન નંબર 09423 અને 09557 માટે બુકિંગ 9 નવેમ્બર, 2023થી ખુલશે, જ્યારે ટ્રેન નંબર 09425 માટે બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે.  ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે.  ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.