અમદાવાદ: મોનસૂન 2021 (Monsoon 2021) એ મહારાષ્ટ્રમાં એટલો વરસાદ કરી દીધો છે કે હવે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા અને રેલવે સેવા પર મોટી અસર વર્તાઇ છે. રેલવેના અલગ અલગ ઝોને ઘણી ટ્રેનોના રૂટ બદલી દીધા છે. કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંકણ નદી ખતરાના નિશાન પર છે જેના લીધે રત્નાગિરિ અને રાયગઢ જિલ્લાથી પસાર થનાર ટ્રેનો પ્રભાવિત થઇ છે. ઘણી ટ્રેનો (Train Cancelled) ને ત્યાં અટકાવી દેવામાં આવી છે. રેલવે (Indian Railway) એ એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રેનો સુરક્ષિત સ્થળો પર છે અને તેમાં બેઠા મુસાફરોને ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં પુરી પાડવામાં આવી રહી છે. 

Gujarat માં ભારે વરસાદની ચેતવણી: હથનુર ડેમના 41 દરવાજા ખોલ્યા, તાપીના આ ગામોમાં એલર્ટ જાહેર


કોંકણ રેલવેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી અને ભૂસ્ખલનને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. આવો અમે તમને જણાવીએ કઇ- કઇ ટ્રેનો પ્રભાવિત થઇ છે. 


રદ કરવામાં આવેલ ટ્રેનો:-
1. તારીખ 23 જુલાઇ, 2021 ના રોજ માડગાંવથી ચાલનારી ટ્રેન નંબર 02907 મડગાંવ-હાપા સ્પેશિયલ પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.


2. તારીખ 24 જુલાઇ, 2021 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 06337 ઓખા-એર્નાકુલમ સ્પેશિયલ પેરિંગ રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ રહેશે.


રેગુલેટ ટ્રેન:-
● તારીખ 23 જુલાઈ, 2021 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 06335 ગાંધીધામ-નાગરકોઇલ સ્પેશિયલ પશ્ચિમ રેલ્વે પર 5 કલાક માટે રેગુલેટ રહેશે.


ડાયવર્ટ ટ્રેનો:-
1. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ તિરુનેલવેલીથી ચાલનારી ટ્રેન નંબર 09423 તિરુનેલવેલી-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ વાયા શોરાનુર, ઇરોડ, જોલરપેટ્ટઇ, કૃષ્ણરાજપુરમ, હુબલી, મિરજ, કર્જત અને પૂણે થઈને ચાલશે.


2. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ વેરાવળથી ચાલનારી ટ્રેન નંબર 06333 વેરાવળ-તિરુવંતપુરમ સ્પેશિયલ વાયા પનવેલ, કર્જત, લોનાવાલા, પૂના અને મિરજ થઈને ચાલશે.


3. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ કોચુવેલીથી ચાલનારી ટ્રેન નંબર 09259 કોચુવેલી- ભાવનગર સ્પેશિયલ વાયા ઇરોડ, રેનીગુંટા, ગુડુર, વિજયવાડા, બલ્લારશાહ, વર્ધા, ભુસાવલ, ઉધના અને સુરત થઈને ચાલશે.


4. તારીખ 22 જુલાઈ, 2021 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 09262 પોરબંદર-કોચુવેલી સ્પેશિયલ વાયા પનવેલ, કર્જત, લોનાવાલા, પુણે, દૌંડ, વર્ધા, ધર્મવરમ, કૃષ્ણરાજપુરમ અને ઇરોડ થઈને ચાલશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube