Deakin University of Australia In Gujarat : ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે બુધવારે સાંજે જાહેરાત કરી કે તેમના દેશ અને ભારત સરકારે ઓસ્ટ્ર્લિયા-ભારત શિક્ષણ યોગ્યતા માન્યતા મિકેનિઝમને અંતિમ રૂપ આપી દીધું છે. અલ્બનીઝે એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે જાહેરાત કરી કે ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં એક આંતરરાષ્ટ્રીય શાખા પરિસર સ્થાપિત કરશે. તેમણે કહ્યું કે આપણા દ્વિપક્ષીય શિક્ષણ સંબંધોમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. મને એ જણાવતાં ખુશી થઈ રહી છે કે અમે ઓસ્ટ્રેલિયા-ભારત શિક્ષા યોગ્યતા માન્યતા તંત્રને અંતિમ રૂપ આપી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ડિગ્રીને ઓસ્ટ્રેલિયામાં માન્યતા:
પ્રધાનમંત્રી અલ્બનીઝે કહ્યું કે નવા મિકેનિઝમનો અર્થ એ છે કે જો તમે એક ભારતીય વિદ્યાર્થી છો અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા છોકે અધ્યયન કરી ચૂક્યા છો તો તમારી આકરી મહેનતથી હાંસલ કરીલે ડિગ્રીને ઘરે પાછા આવતાં જ માન્યતા આપવામાં આવશે. જો તમે ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના સમૂહના સભ્ય છે. તો તમે વધારે આત્મવિશ્વાસનો અનુભવ રશો કે તમારી ભારતીય યોગ્યતાને ઓસ્ટ્રેલિયામાં માન્યતા આપવામાં આવશે.


માર્કેટમાં આવી ગઈ કેસર કેરી, એક બોક્સનો આટલો ભાવ બોલાયો


વ્યાપક અને મહત્વાકાંક્ષી વ્યવસ્થા:
અલ્બનીઝે કહ્યું કે જો કોઈપણ દેશની સાથે ભારત દ્વારા સ્વીકૃત સૌથી વ્યાપક અને મહત્વાકાંક્ષી વ્યવસ્થા છ. તેણે ભારતીય વિદ્યાર્થીઓને નવીન અને વધારે સુલભ શિક્ષણ મેળવી શકે તે માટે બિઝનેસ તકનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો. તે શિક્ષણ સંસ્થાનોને એકબીજાની સાથે ભાગીદારી કરવાના નવા પ્રકારે વિચાર કરવા માટે એક મજબૂત આધાર પ્રદાન કરે છે. 


હોળીમાં મૂકાયેલા માટીના લાડુથી વરસાદનું અનુમાન : ચાર મહિના આવું જશે ગુજરાતનું ચોમાસુ


વિદ્યાર્થીઓ માટે એક નવી શિષ્યવૃતિની જાહેરાત:
આ એક શાનદાર કામ છે. જેનો હકીકતમાં ઘણો મોટો લાભ થશે. પ્રધાનમંત્રીએ તે ભારતીય વિદ્યાર્થીઓ માટે એક નવી શિષ્યવૃતિની જાહેરાત કરી. જે ઓસ્ટ્રેલિયાાં અભ્યાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મને એક નવી શિષ્યવૃતિની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. આ ભારતીય વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે છે. શિષ્યવૃતિ વ્યાપક મૈત્રી કાર્યક્રમનો ભાગ છે જે ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામુદાયિક સંબંધોને વેગ આપે છે. પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા.


અમદાવાદ આજે અદભૂત ક્ષણનું સાક્ષી બનશે! બે દેશના વડાપ્રધાન એકસાથે IND vs AUS મેચ જોશે