ગુજરાતનું ધર્મજ છે ભારતનું સૌથી ધનિક ગામ, મેકડોનાલ્ડથી માંડીને હાઇટેક હોસ્પિટલ જેવી છે સુવિધાઓ
ધર્મજ ગામને એનઆરઆઈ (NRI) ગામ પણ કહે છે. અહીંના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં કામ ધંધો કરે છે.
અમદાવાદ: જ્યારે પણ ગામડાની વાત આવે ત્યારે આપણા મન પર એક ચોક્કસ તસવીર ઉઠતી હોય છે. જેમાં ધૂળીયા રસ્તા હોય, ઘોડા ઘાડી, કાચા પાકા રસ્તા અને મકાન હોય, ખેતરો હોય. પરંતુ જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે.
ગામડા (village) માં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો. આપણા ભારત (india) માં આવું જ એક ગામ છે. રસપ્રદ વાત એ છે કે આવું સમૃદ્ધ અને અત્યંત પૈસાવાળુ ગામ આપણા ગુજરાત (Gujarat) માં જ છે. ગુજરાતના આણંદ (Anand) જિલ્લામાં આવેલું ધર્મજ ગામ આ બાબતે ખુબ પ્રખ્યાત છે. અહીંના લોકોની સમૃદ્ધિ તમને ચારેબાજુ નજરે ચડશે. ગામના લોકો શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારનું જીવન જીવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube