ગૌરવ દવે/રાજકોટ : બાળકના જન્મ સાથે પરિવારજનો, સ્નેહીઓ ગિફ્ટ આપે ત્યારે સૌથી પહેલો ઓપ્શન શું હોઈ શકે? કલરફુલ કપડાં અને જેને જોઈ પ્રત્યેક બાળક આનંદિત થઈ જાય તેવા રમકડાંઓ. બાળકોની સપ્તરંગી દુનિયામાં રમકડાં (Toys) નું અનેરું આકર્ષણ રહેલું છે. એવું એકપણ બાળક નહીં હોઈ જેનું બાળપણ રમકડાં (Toys) સાથે રમતા રમતા પસાર થયું ન હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો (Children) ને કોઈપણ રમકડા (Toys) હોય તેનું ગજબનું આકર્ષણ હોઈ છે. આવા રમકડાના ઉત્પાદનમાં અત્યાર સુધી પુરી દુનિયામાં ચાઈનીઝ ઇન્ડસ્ટ્રીઝ (Chinese Industries) ની નામના હતી. પરંતુ હવે ચાઈનીઝ ઈન્ડટ્રીઝને મ્હાત આપવા આત્મનિર્ભર ભારત અભિગમ અંતર્ગત રાજકોટની ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ (Toy Industries) આગળ આવી રહી છે. રાજકોટની અદિતિ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડીરેકટરોએ સરકારની વિવિધ યોજના-સહાયની સાથે તેમના સાહસ થકી ટોયઝ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

'વિવાહ' ફિલ્મથી કમ નથી આ યુવતીનો કિસ્સો, આવી છે હર્ષાલીની જિંદાદિલીની કહાની


12 હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈ કર્યા હતા શ્રી ગણેશ
કંપનીના ડિરેક્ટર ડો. સુભાષ ઝાલા જણાવે છે કે, ભારતમાં 12 હજાર કરોડના રમકડાના માર્કેટને ધ્યાને લઈ અમે વર્ષ 2014 માં રમકડાં બનવવાના શ્રી ગણેશ કરેલા. ટાંચા સાધનો સાથે ફેક્ટરી શરુ કરેલી. અનુભવે અને માર્કેટની વિશાળતા જોતા ફાયનાન્સિયલ સપોર્ટ તેમજ રાજ્ય સરકાર (State Government) ની યોજનાના લાભ સાથે ધીરે ધીરે અમે કંપની અને ઉત્પાદનનો વ્યાપ વિસ્તારતા ગયા. આજે અમે રોજના 10 લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ. સાથો-સાથ કંપનીના 200 કર્મચારીઓ ઉપરાંત 700 જેટલી મહિલાઓને પરોક્ષ રીતે પણ રોજગારી પુરી પાડી રહ્યા છીએ.


ચાઈનીઝ રમકડાં સામે ભારતીય રમકડાંનું બજાર ઉંચકાયું
કોરોના (Coronavirus) ના કારણે પ્રધાનમંત્રીશ્રી દ્વારા ‘‘મેક ઈન ઇન્ડિયા’’ (Make in India) તેમજ ‘‘આત્મ નિર્ભર ભારત’’ (Atma Nirbhar Bharat) અભિયાનની જે ઝૂંબેશ હાથ ધરાઈ હતી તેના કારણે લોકોના સ્વદેશી ચીજ વસ્તુ તરફ વધેલા વલણની સાથો-સાથ ચાઈનીઝ રમકડાં (Chinese Toys) પર 60 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ફરજીયાત કરાતા ચાઈનીઝ રમકડાં સામે ભારતીય રમકડાંનું બજાર ઉંચકાયું છે. અમે ભારત ઉપરાંત આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના અનેક દેશમાં રમકડાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ.

Corona Vaccine ના લીધે દેશમાં બચ્યા હજારો જીવ, સ્ટડીમાં સામે આવી મહત્વપૂર્ણ જાણકારીઓ


200 પ્રકારના રમકડાનું ઉત્પાદન
ડિરેકટર અરવીંદ ઝાલા કહે છે કે, અમે પ્રમોશનલ ટોયઝમાં 200 જેટલી વેરાયટી બનાવીએ છીએ. અમને સરકારના આત્મ નિર્ભર પેકેજ અન્વયે લોન - સહાયના લાભ લઈ પચાસેક લાખની કેપીટલ સબસીડી અને ત્રીસેક લાખ જેટલી ઈન્ટરેસ્ટ સબસીડીનો લાભ મળ્યો છે. આ નાણાંકિય લોન - સહાયના કારણે અમને મેન્યુફેકચરીંગ સેકટરમાં ઘણો ફાયદો થયો છે. ટોયઝની માંગને પૂરી કરવા આગામી 6 માસમાં 100 જેટલી નવી પ્રોડકટ માર્કેટમાં લોન્ચ કરવાનું અમારૂં લક્ષ્ય છે.


MSME ઉદ્યોગને મળ્યો વેગ
રાજકોટ (Rajkot) ના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી જણાવે છે કે, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગનું હબ બની રહેલા રાજકોટ (Rajkot) ના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરાયેલી એમ.એસ.એમ.ઈ. ઈન્ડસ્ટ્રીયલ પોલીસી અન્વયે અનેકવિધ ઉદ્યોગોને લોન - સહાય આપવામાં આવી છે. જેના કારણે આ ક્ષેત્રના વિકાસને વેગ મળ્યો છે.

Anand માં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ: શહેર બોટમાં ફેરવાયું, મેઘરાજાએ કર્યા ખમૈયા


ટોય પાર્કના નિર્માણ માટે ડિમાન્ડ સર્વે તેમજ જમીન ગ્રહણ સહિતની પ્રક્રિયા શરૂ
મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા થોડા સમય પૂર્વે રાજકોટ ખાતે ટોયઝ પાર્ક બને તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ અને વડોદરા (Vadodara) ખાતે એક ડિમાન્ડ સર્વે જી.આઈ.ડી.સી.ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ ખાતે 30 થી વધુ લોકોએ રમકડા તેમજ તેના ઉત્પાદનો આધારિત ઉદ્યોગ શરુ કરવા તૈયારી દર્શાવી હોવાનું રાજકોટ જી.આઈ.ડી.સી. ના રીજીયોનલ મેનેજર દર્શન ઠક્કરે જણાવ્યું છે. રાજકોટ ખાતે ટોય ઇન્ડસ્ટ્રીઝ માટે નાગલપર તેમજ ખીરસરા ખાતે જમીન ખરીદીની પ્રક્રિયા ચાલુ હોવાનું તેમજ ઉચ્ચસ્તરે લીલી ઝંડી મળતા કાર્યવાહી આગળ વધારવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube