ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે દેશની બીજી સૌથી મોટી જંગલ સફારી
Ahmedabad Safari Park : હવે અમદાવાદમાં જ નાઇટ સફારીની મજા માણી શકાશે... અમદાવાદના ગ્યાસપુર ખાતે 500 એકરમાં સફારી પાર્ક નિર્માણ પામશે... આખો પ્રોજેક્ટ મંજૂરી માટે દિલ્હી મોકલાયો
Gujarat Tourism : ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપી ગતિએ વધી રહ્યો છે. ગુજરાતના નાનામાં નાના શહેરો પર આ કારણે ફોકસમાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની નવી ઓળખ મળવા જઈ રહી છે. ક્રોંકિટથી ઘેરાયેલા આ શહેરને એક જંગલ સફારી મળવા જઈ રહી છે. હવે ગુજરાતીઓને સફારી માણવા માટે છેક ગીર સુધી લાંબા થવાની જરૂર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નવું નજરાણું તૈયાર કરવામાં આવશે. અમદાવાદના ગ્યાસપુર ખાતે ગુજરાતનું સૌથી મોટું અને વિશાળ જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનું આયોજન છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી પાર્ક કરતા પણ મોટું હશે. હાલ આ પ્રોજેક્ટને મંજૂરી માટે વિશાળ આ સફારી પાર્ક બનાવવા માટેનો પ્રાથમિક રિપોર્ટ પર્યાવરણ મંત્રાલય દિલ્હી ખાતે મોકલવામાં આવ્યો છે. જેને લીલીઝંડી મળતા જ કામ શરૂ થઈ જશે.
અમદાવાદમાં ક્યાં બનશે સફારી પાર્ક
અમદાવાદમાં ગ્યાસપુર પાસે સાબરમતી નદીના પટ પર ભવ્ય જંગલ સફારી પાર્ક બનાવવાની યોજના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાર્ક બનાવવાનું આયોજન છે. જેના માટે અંદાજિત 200 થી 250 કરોડનો ખર્ચ લાગશે. સાબરમતીના પટની 1200 એકરની જમીન પર આખેઆખી વન્યજીવ સૃષ્ટિ ઉભી કરવામાં આવશે. લોકોને મનોરંજનની સાથે સાથે વન્યજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવાની તક મળે તેવું આયોજન કરવામાં આવનાર છે.
ગ્યાસપુરમાં 500 એકરમાં દેશનો બીજા નંબરનો સૌથી મોટો કૃત્રિમ જંગલ સફારી પાર્ક તૈયાર કરવાની અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની યોજના છે.
ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
શું શું હશે
- સાબરમતી નદીનો તટ હોવાને કારણે વિદેશથી આવતા પક્ષીઓ પણ અહીંયા જોવા મળી શકે છે.
- અલગ અલગ પ્રકારના સંખ્યાબંધ વૃક્ષો તેમજ વૈવિધ્યસભર જીવસૃષ્ટિને પણ ધ્યાનમાં કેન્દ્રિત કરવામાં આવશે.
- નોરંજનની સાથે સાથે પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો પણ અભ્યાસ કરી શકશે
- સૌથી બહારના વિસ્તારમાં સાયકલિંગ અને જોગિંગ ટ્રેક હશે
- સૌથી અંદરના ત્રીજા વિસ્તારમાં જંગલ સફારી હશે
- કૃત્રિમ તળાવ બનાવવામા આવશે. જેમાંથી વર્ષે 2100 ટન ઓક્સિજન પણ મળી રહેશે
- અહીં સિંહ, વાઘ, દીપડા જેવા અનેક વન્ય જીવ રાખવામાં આવશે
- વિવિધ પ્રકારના વૃક્ષોની પ્રજાતિઓનું ઉદ્યાન બનાવાશે
પ્રોજેક્ટ મંજૂરી માટે મોકલાયો
જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ વિશાળ હશે. જેના માટે ડીપીઆર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવનાર છે. શહેરના ગ્યાસપુર વિસ્તાર શહેરથી બહારનો વિસ્તાર અને ખૂબ મોટી જગ્યા હોવાના કારણે ત્યાં બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જંગલ સફારી માટે નવા પ્રાણીઓ લાવવા પડશે. દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આ પ્રોજેક્ટના ટેન્ડર બહાર પડાયા હતા, તે સમયે કોઈએ રસ દાખવ્યો ન હતો. પરંતું હવે ફરીથી જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે અધિકારીઓને સૂચના આપતા તેઓ દ્વારા પ્રક્રિયા શરૂ કરાઈ છે અને દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું