ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોના લોકડાઉન અને ચાઈના સાથે ભારતના વણસેલા સંબંધે બાળકોના ચહેરાનું સ્મિત વધારે મોંધુ બનાવ્યું છે. રમકડાના વ્યવસાયમાં 30થી 40 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. બીઆઇએસ (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) લાગુ પડતાં રમકડાં કંપનીથી લઈ દુકાન સુધીની ચેઇન તુટી પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી મુદ્દે સરકારે કોર્ટમાં રજૂ કર્યો જવાબ, જાણો શું કહ્યું...


કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકાના થયેલા વધારાએ સમકડાં વધારે મોંઘા બનાવ્યા છે. રીટેલ વ્યવસાયમાં 30 ટકાથી વધારેની મંદી જોવા મળી રહી છે. સ્કૂલો બંધ હોવાથી પણ વેચાણ પણ અસર થઈ છે. બર્થડે પાર્ટી અને ગેટ ટુ ગેધર બંધ હોવાથી વેચાણ ઘટ્યું છે. એન્ટી ચાઈના ફેક્ટરની પણ રમકડા વ્યવસાય પર અસર થઇ છે.


આ પણ વાંચો:- ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે, બિલ અંગે કેન્દ્ર-રાજ્ય સરકાર ગેરસમજો દૂર કરે છે: આઈ કે જાડેજા


ભારતમાં ઇલેક્ટ્રીક રમકડાનું ઉત્પાદન થતુ નથી. રાજકોટના સ્થાનિક બજારમાં ઉત્પન્ન થતાં રમકડાં બ્રાન્ડેડ રમકડાં સામે વામણાં સાબીત થયા છે. રમકડાના વ્યવસાયમાં 75 ટકા ચાઇનાનો દબદબો છે. ભારતીય બનાવટના રમકડાનો હિસ્સો માત્ર 25 ટકા સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત મેડ ઈન ઇન્ડિયા પર ભાર મુક્યો છે.


આ પણ વાંચો:- JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 15માં અમદાવાદનો હર્ષ શાહ સામેલ


જો કે, તે ફળીભુત થતાં હજુ ચારથી પાંચ વર્ષનો સમય લાગશે. ભારતીય રમકડા સિંગલ મોલ્ડ અને માત્ર બ્લોગ પુરતા માર્યાદીત ચાઈના બનાવટના રમકડામાં એક કરતા વુધ મોલ્ડ અને વેરાયટી માતા પિતાએ બાળકોની જરૂરીયાત સામે પણ સમાધાન કરવાની સ્થિતિ આવી છે. 500 રૂપિયામાં મળતાં રમકડાં હવે 900 રૂપિયા સુધી પહોંચ્યા રમકડાની પ્રાઈઝ નચી આવવાની શક્યતા નહીવત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube