બોટાદના ખોબા જેવડા ગામમાં યુવક પર અંધાધુંધ ફાયરિંગ, ગોળી આંગળી ચીરી પેટમાં ઘુસી
રાજ્યના બોટાદ જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં તુરખા ગામે મોડી રાત્રે યુવક પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ છોડતા એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જો કે યુવકે પોતાના બચાવમાં હાથ આડો કરતા એખ ગોળી તેની આંગળી ચીરીને પેટમાં ઘુસી ગઇ હતી. ઘાયલ યુવકને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બોટાદ : રાજ્યના બોટાદ જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં તુરખા ગામે મોડી રાત્રે યુવક પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ છોડતા એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જો કે યુવકે પોતાના બચાવમાં હાથ આડો કરતા એખ ગોળી તેની આંગળી ચીરીને પેટમાં ઘુસી ગઇ હતી. ઘાયલ યુવકને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલો અનુસાર બોટાદના તુરખા ગામે યુવક પર ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસ પણ દોડતી થઇ છે. ઘટના સ્થળે ઘવાયેલા યુવકનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં યુવકે તેના પર ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યાનું જણાવ્યું હતું. જો કે હાલ તો યુવકને કોઇ ખતરો નહી હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું છે.
યુવક જ્યારે ઘર બહાર ઉભો હતો ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતા અને તેના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. . આ શખ્સોએ બે દિવસ પહેલા બોલાચાલી કરીને ઝગડો કર્યો હતો. જેની દાઝમાં ફાયરિંગ કર્યુ હોવાની શક્યતા છે. જો કે યુવકને પેટ તથા પગનાં ભાગે ગોળી વાગી હોવાનું વીડિયો પરથી લાગી રહ્યું છે.
યુવકને પહેલા સારવાર માટે બોટાદ અને ત્યાર બાદ ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જો કે ભાવનગરમાં પણ સારવાર નહી થતા તેને અમદાવાદ લઇ જવાયો છે. પોલીસે યુવકનું નિવેદન નોંધીને ગુનો દાખલ કરીને હુમલો કરનારા શખ્સોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જો કે નાનકડા ગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાતા ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube