INDvsWI: રાજકોટ ટેસ્ટમાં ભારતની શાનદાર શરૂઆત, દિવસના અંતે 364/4, વિરાટ 72 રને રમતમાં
ચેતેશ્વર પુજારા 86 રન પર કેચ આઉટ થઇ ગયો હતો. જ્યારે લોકેશ રાહુલ પ્રથમ ઓવરમાં જ શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. પૃથ્વી શો અને ચેતશ્વર પુજારાની શાનદાર બેટિંગ સાથે બન્નેએ 274 બોલમાં 202 રનની ભાગીદારી નોંધાવી હતી.
રાજકોટઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની શ્રેણીનો પ્રથમ ટેસ્ટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસના અંતે 4 વિકેટના ભોગે 364 રન બનાવી લીધા છે. કેપ્ટન વિરાટ કોહલી (72*) અને વિકેટકીપર બેટ્સમેન રિભષ પંત (17*) ક્રિઝ પર છે. આ પહેલા યુવા બેટ્સમેન પૃથ્વી શોએ પર્દાપણ મેચમાં 134 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારાએ 86 રન બનાવ્યા હતા. ઓપનર રાહુલ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. રહાણેએ 41 રનનું યોગદાન આપ્યું હતું.
પૃથ્વી શો 134 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેતેશ્વર પુજારા 86 રન પર કેચ આઉટ થઇ ગયો હતો. જ્યારે લોકેશ રાહુલ પ્રથમ ઓવરમાં જ શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. પૃથ્વી શો અને ચેતશ્વર પુજારાની શાનદાર બેટિંગ સાથે બન્નેએ 274 બોલમાં 202 રનની ભાગીદારી નોંધાવી હતી.
બન્ને ટીમોને આ મેચ જીતવાનું મોટું કારણ આ છે કે, ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડીઝને પોતાના ઘરનો રેકોર્ડ ખરાબ કરવાનો કોઇ ચાન્સ આપવા માંગતી નથી. ત્યારે વેસ્ટઇન્ડીઝ ગત 24 વર્ષમાં વારંવાર હારનો સામનો કરી રહેલી ટીમ જીતવા માટેની તૈયારી કરી રહ્યા છે.
એશિયા કપ-2018માં આરામ કર્યા પછી વિરાટ કહોલી ફરી એકવાર ભારતની કેપ્તાનસીપ કરવા માટે તૈયાર છે. ભારતને વેસ્ટઇન્ડીઝની સાથે પોતાના ઘરમાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. જેની શરૂઆત ગુરૂવારથી થઇ રહી છે. આ સીરીઝને આગામી આસ્ટ્રેલિયા ટૂરની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.
વાંચવા માટે ક્લિક કરો: પૃથ્વી શોએ તોડ્યા રેકોર્ડ, ડેબ્યૂ મેચમાં ફિફ્ટી મારનાર સૌથી નાની ઉંમરનો ત્રીજો ભારતીય ખેલાડી
આ છે ટેસ્ટ મેચમાં ટીમ
ભારત: વિરાટ કોહલી (કેપ્તાન), અંજિક્ય રહાણે (ઉપ-કેપ્તાન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.
વેસ્ટઇન્ડીઝ: જેસન હોલ્ડર (કેપ્તાન), સુનીલ અમ્બીરસ, દેવેન્દ્ર બિશૂ, ક્રેગ બ્રેથવેટ, રોસ્ટન ચેસ, શોન ડોવરિચ, શેનન ગેબ્રિએલ, જાહમર હેમિલ્ટન, શિમરોન હેટમાયેર, શાઇ હોપ, શેમરન લઇસ, કીમો પોલ, કેરન પાવેલ, જોમેલ વારિકન.