રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની ગુરુવારે અભિજિત મુહૂર્ત (બપોરે 12.15 મિનિટે)માં તિલકવિધિ થશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ દંડી સ્વામી અને સંતો–મહંતોની ઉપસ્થિતિ રહેશે. બુધવારે મહોત્સવમાં 51 શાસ્ત્રીજીએ માંધાતાસિંહ પર જળાભિષેક કર્યો હતો તેમજ સાંજે દીપમાળા કરી રાજકોટનું રાજચિહ્ન બનાવવામાં આવ્યું હતું આ બંને પ્રસંગની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના ઠાકોર સાહેબ તરીકેની તિલકવિધિ મહોત્સવની છેલ્લા ત્રણ દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે. મંગળવારે 2126 બહેનોએ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું, બુધવારે જળાભિષેક અને દીપમાળ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતા બે દિવસમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા.


રાજકોટના રાજવી પરીવારના 17માં ઠાકોર સાહેબ તરીકે તા.30મી (વસંતપંચમી)ના દિવસે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાની તિલકવિધિ માટેનો ત્રિદિવસીય સમારોહ સોમવારથી શરૂ થઇ ગયો છે. જેમાં ધાર્મિક વિધિવિધાન અને ક્ષત્રિય પરંપરા મુજબ હોમ હવન અને કર્મકાંડ થઈ રહ્યા છે. 


કાર્યક્રમની વિગતો Live


  • તિલકવિધીમાં સાક્ષી બનવા જગતગુરુ સંકરાચાર્યના પ્રતિનિધી દંડી સ્વામી સહિત સંતો મહંતો પહોંચ્યા

  • રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની તિલક વિધિ શરૂ

  • માંધાતાસિંહ જાડેજા ચાંદીની બગીમાં બેસી કુળદેવી માતાજીના દર્શન કરવા નીકળ્યા

  • તિલક વિધિ કરતા પહેલા માંધાતાસિંહે મેળવ્યા કુળદેવી આશાપુરા માતાજીના આશીર્વાદ

  • તિલક વિધિ કરતા પહેલા માંધાતાસિંહે કરી ગૌ અને અશ્વની કરી પૂજા

  • રાજકોટના 17મા ઠાકોર સાહેબની કરવામાં આવી રાજતિલક વિધિ

  • પ્રથમ રાજ તિલક જગત ગુરુ સંકરાચાર્યના પ્રતિનિધિ દંડી સ્વામી કર્યું

  • બીજું રાજ તિલક રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું

  • ત્રીજું રાજ તિલક કચ્છના પ્રતિનિધિએ કર્યું

  • કચ્છના પ્રતિનિધિઓએ કચ્છના માતાના મઢ એવા આશાપુરા માતાનો પ્રસાદ અને તલવાર ભેટ રૂપે આપી

  • રાજકોટના રાજચિન્હને સલામી આપવામાં આવી. ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા સહિત ઉપસ્થિત સૌકોઇ મહેમાનોએ સલામી આપી.


30 જાન્યુઆરીનો કાર્યક્રમ


  • સવારે 10:15થી 2 : રાજતિલક અને રાજ્યાભિષેક (સ્થળ: ગ્રાઉન્ડ નં.ર , રણજીત વિલાસ પેલેસ, પેલેસ રોડ, રાજકોટ)

  • સાંસ્કૃતિક કાર્યક્રમ : કવિશ્રી અંકિત ત્રિવેદી અને સંગાથી કલાકારો.

  • રાત્રે 9થી 1 : ભાતીગળ લોકડાયરોમાં લોક સાહિત્યકારો પદ્મશ્રી ભીખુદાન ગઢવી, શ્રી બ્રિજરાજદાન ઇશરદાન ગઢવી અને સાથીઓ (સ્થળઃ રણજિત વિલાસ પેલેસ, ગ્રાઉન્ડ નં.3 પેલેસ રોડ,રાજકોટ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...