ઝી બ્યુરો/પોરબંદર : આધુનિક યુગમાં અંધશ્રદ્ધા જીવંત હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરમાં અંધશ્રદ્ધાની આડમાં બાળકીને ડામ અપાયો છે. બખરલા ગામે 2 માસની બાળકીને ડામ આપવામાં આવ્યો હતો. તબિયત સારી ન રહેતા બાળકીને તેના માતાપિતા ભુવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ શરીર પર ડામ આપતાં બાળકીને હોસ્પિટલ ખસેડવી પડી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ડ્રગ્સની ઝપેટમાં, મોટાભાગે છોકરીઓ, ડરાવી રહ્યો છે આ સર્વે


આધુનીક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ પણ અંધશ્રદ્ધામાં લોકો વિશ્વાસ રાખતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામે રહેતા એક પરિવારની બે માસની બાળકીની તબિયત સારી ન રહેતી ન હતી. તેથી પરિવાર બાળકીને ભુવા પાસે લઈ ગયો હતો. જ્યાં ભુવાએ બાળકીના નાજુક શરીર પર ડામ આપ્યા હતા. આ બાદ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. આ ઘટનામાં હવે માતા અને ભુવા સામે ફરિયાદ નોંધાઈ છે.


ઐતિહાસિક સ્થળ હરિશ્ચંદ્રની 'ચૌરી' ની હાલત કથળી! દંતકથા જાણી એકવાર તો જવાનું વિચારશો!


નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે ઘટનાના આરોપી ઉંટવૈદ્યની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત, તેની અને બાળકીની માતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324 અને અન્ય જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.  


રાજકોટમાં નિર્માણાધીન AIMSની મુલાકાતે મનસુખ માંડવીયા, જાણો PM ક્યારે કરશે લોકાર્પણ?


ગુરુવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર જિલ્લામાં ખાંસીથી પીડિતી બે મહિનાની બાળકીને લાલ-ગરમ લોખંડના સળિયાથી ડામ દેવામાં આપ્યો હતો. પોલીસે રવિવારે આ બાબતનો ખુલાસો કર્યો છે. પોલીસે એ પણ માહિતી આપી હતી કે ગરમ લોખંડના સળિયાથી ડામ આપ્યા બાદ છોકરીની હાલત ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  


સી.આર. પાટીલની મહત્વપૂર્ણ જાહેરાત, આ જાણીતા નેતાને સોંપાઈ સૌથી મોટી જવાબદારી


નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુએ જણાવ્યું કે બાળકીને એક અઠવાડિયા પહેલા ખાંસી અને કફ થયો હતો. જે બાદ તેના માતા-પિતાએ ઘરે સ્થાનિક સારવાર અજમાવી હતી. પરંતુ તેને રાહત ન મળી. આ પછી બાળકીની માતા તેને દેવરાજભાઈ કટારા નામના ઉંટવૈદ્ય પાસે લઈ ગઈ હતી. કટારાએ કથિત રીતે બાળકીના સારવારના બહાને લોખંડના ગરમ સળિયાથી તેની છાતી અને પેટે ડામ આપ્યા હતા. આ પછી પણ જ્યારે તેણીને રાહત ન મળી ત્યારે બાળકીના માતા-પિતા પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં આ મામલો સામે આવ્યો.


અંબાલાલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, મહાશિવરાત્રી બાદ આ વિસ્તારોનું આવી બનશે!


નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે ઘટનાના આરોપીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. તેની અને બાળકની માતા વિરુદ્ધ પણ એફઆઈઆર આઈપીસી કલમ 324 અને અન્ય જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવી છે. બાળકીના પિતાની ફરિયાદના આધારે આ FIR દાખલ કરવામાં આવી છે. જય બદિયાણીએ બાળકીની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે 9 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેને આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી.