રાજકોટ સગર્ભા મહિલાને લઇ જતી રિક્ષાને સિટી બસની ટક્કર, પાઇપો વડે મારામારીની ઘટના
સિટી બસ ચાલક ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બેફિકરાઇથી ચાલતી સિટી બસ આજે ત્રિકોણબાગ નજીક એક રિક્ષાને ટક્કર મારી હતી. જેથી રિક્ષામાં બેઠેલી સગર્ભા મહિલાને ઇજા પહોંચી હતી. ઘટના બાદ રિક્ષાચાલકે બસના ડ્રાઇવરને ધોકા મારતા મામલો વિવાદિત બન્યો હતો. લોકોનાં ટોળેટોળા ઘટના સમયે એકત્રિત થયા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સગર્ભા મહિલાને કંઇ પણ થયું હોત તો જવાબદારી કોની ?
રાજકોટ : સિટી બસ ચાલક ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. બેફિકરાઇથી ચાલતી સિટી બસ આજે ત્રિકોણબાગ નજીક એક રિક્ષાને ટક્કર મારી હતી. જેથી રિક્ષામાં બેઠેલી સગર્ભા મહિલાને ઇજા પહોંચી હતી. ઘટના બાદ રિક્ષાચાલકે બસના ડ્રાઇવરને ધોકા મારતા મામલો વિવાદિત બન્યો હતો. લોકોનાં ટોળેટોળા ઘટના સમયે એકત્રિત થયા હતા. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સગર્ભા મહિલાને કંઇ પણ થયું હોત તો જવાબદારી કોની ?
સિટી બસની ટક્કરથી રિક્ષામાં ભારે નુકસાન પહોંચ્યું હતું. રિક્ષાનો આગળનો કાચ ફુટી ગયો હતો. સાઇડના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું કે, સગર્ભાને ઇજા થતા તે રોડ પર બેસી ગઇ હતી. સગર્ભાના બંન્ને પગે ઇજા પહોંચી હતી. ડ્રાઇવરો મન ફાવે તેમ ગાડી ચલાવે છે. પછી તે રિક્ષાનો ડ્રાઇવર હોય કે બસનો ડ્રાઇવર. આમના પર નિયમન હોય તે ખુબ જરૂરી છે. જેથી બેફાન ડ્રાઇવરો પર લગામ લગાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ માલિયા ચોકમાં એક વૃદ્ધને માર માર્યો હતો. સગર્ભા મહિલા મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેવામાં ઇજાની સ્થિતિમાં કોઇ સામાન્ય વ્યક્તિી કોઇ જવાબદારી લેવા તૈયાર થાત. તમામ પક્ષો રાજકારણ કરે છે પરંતુ કોઇ આ મુદ્દે જવાબદારી લેવા તૈયાર થાત ખરૂ? જો કે આ અંગે હજી સુધી કોઇ ફરિયાદ દાખલ નહી થતા પોલીસે પણ હાથ ઉંચા કરી લીધા છે.