પંચમહાલની નદીસર શાળાના માસુમ વિદ્યાર્થીઓએ પુરવણીમાં હૈયા વરાળ ઠાલવી! આખો કલાસ હિબકે ચડ્યો
ગોધરાના નદીસર ગામની શ્રી મહાજન ઈંગ્લીશ સ્કૂલ શાળાના વિદ્યાર્થીઓની ઉત્તરવહી વાયરલ થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પુરવણીમાં જવાબો લખવાને બદલે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી.
પંચમહાલ: કહેવાય છે કે વિદ્યાર્થીઓ મોટાભાગે હસતા રમતા શાળાના કમ્પાઉન્ડમાં જોવા મળે. શાળાના બગીચાના ફૂલો તરીકે વિદ્યાર્થીઓ હંમેશા ચહેરા પર માસુમ સ્મિત સાથે જોવા મળતા હોય છે, પણ પંચમહાલની નદીસર શાળાના માસુમ વિદ્યાર્થીઓ ઉગ્ર રોષ સાથે એક આંદોલનકારીની ભૂમિકામાં જોવા મળ્યા છે.
ગોધરાના નદીસર ગામની શ્રી મહાજન ઈંગ્લીશ સ્કૂલ શાળાના વિદ્યાર્થીઓની ઉત્તરવહી વાયરલ થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પુરવણીમાં જવાબો લખવાને બદલે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ જવાબવહીમાં શિક્ષકો નહિ આવતા અભ્યાસ બગડી રહ્યો હોવાના આક્ષેપ સાથે એક નોંધ લખી હતી, જે ભારે વાયરલ થઈ હતી. 10માં ધોરણના મોટાભાગના વિદ્યાર્થીઓએ કથળી રહેલા શિક્ષણ બાબતે પુરવણીમાં હ્યદય દ્રાવક નોંધ લખી પુરવણીના બાકી પાના કોરા છોડી દીધા હતાં.
આ પણ વાંચો:
ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર
કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત
ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળાના શિક્ષક જીગર ચૌધરી છેલ્લા કેટલાય મહિનાઓથી શાળામાં આવતા નથી. ગણિત અને વિજ્ઞાનના મુખ્ય વિષયનો અભ્યાસ કરાવતા આ શિક્ષક દ્વારા બાળકોને ધમકાવવામાં આવતા હતા અને અભ્યાસ કરાવવામાં નહોતો આવતો, તેથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા થવાની છે ત્યારે નદીસરની આ શાળાના વિદ્યાર્થીઓના મુખ્ય વિષયોનો અભ્યાસ ક્રમ જ બાકી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓની વેદનાને લઈ જ્યારે ઝી 24 કલાક શ્રી મહાજન ઈંગ્લીશ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું ત્યારે આખો કલાસ હિબકે ચડ્યો હતો અને વિદ્યાર્થીઓની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી અને પોતાની વેદનાને લઈ ભારે રોષ સાથે શિક્ષકો અને આચાર્ય સામે ખૂબ જ ગંભીર આક્ષેપો સાથે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
વાયરલ વિવાદને લઈ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા શાળાની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યા અધિકારીને જણાવવામાં આવી હતી. ઇન્ચાર્જ શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનો એક મૌખિક ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. મુલાકાતની પ્રક્રિયા બાદ જ્યારે અધિકારી શાળા કમ્પાઉન્ડથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ એક આંદોલનકારીની જેમ અધિકારીનો ઘેરાવ કરી શાળામાં પરત મોકલી પોતાની સમસ્યા હલ કરવા રડમસ ચહેરે રીતસરની આજીજીઓ કરવામાં આવી હતી. વિવાદ વધુ વકરતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાને તાળાબંધી કરી જિલ્લા શિક્ષણ અધિકારીને શાળામાં જ કેદ કરી દીધા હતાં.
આ પણ વાંચો:
યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર
કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય
છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!
સમગ્ર વિવાદને લઈ શાળાના આચાર્યએ પોતાનો લુલો બચાવ કરતા છેલ્લા ઘણા સમયથી શિક્ષક મેડિકલ લિવ પર હોવાનું જણાવી પોતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગણિત અને વિજ્ઞાનના તાસ લેતા હોવાનું જણાવ્યું હતું. જો કે ટૂંક સમયમાં શિક્ષકનો વિવાદ થાળે પાડવાની પણ વાત આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. વિવાદને લઈ તાત્કાલીક શાળામાં દોડી આવેલા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળાના શિક્ષકોનો લુલો બચાવ કરી ટૂંક સમયમાં અભ્યાસ શરૂ કરવાની ખાતરી આપી હતી.