ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીને લઈએ પોલીસ તમામ પ્રયાસ કરે છે. દારૂની હેરાફેરી રોકવા માટે પણ બુટલેગરો પણ સામે એવા પ્રયાસ કરે છે. કે, ગુજરાતમાં દારૂ ઘુસાડે અને બમણી કમાણી કરે અને જયારે જ્યારે દારૂ ઝડપાય છે. ત્યારે પોલીસ સામે બુટલેગરોની એક નવી જ મોડ્સઓપરેન્ડી સામે આવે છે. મહત્વનું છે, કે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અનેક પ્રકારે નવી નવી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંગેની થોડી વિસ્તૃત માહિતી આપણે જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ જિલ્લા પોલીસે તાજેતરમાં જ હાઇવે પરથી અનેક વખત દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. જેમાં દરેક કેસમાં અલગ અલગ મોડ્સઓપરેન્ડી સામે આવી છે. ક્યાંક ટેન્કરમાં ખાના રાખીને તો ક્યાંક બાઈકમાં તો ક્યાંક ખાનગી કંપનીના નામના થેલામાં સ્ટીકર મારી તો ક્યાંક પાણીની બોટલોની આડમાં પણ પોલીસની નજરથી પણ બુટલેગરો બચી શક્યા નથી.


[[{"fid":"196542","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"daru.jpg","field_file_image_title_text[und][0][value]":"daru.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"daru.jpg","field_file_image_title_text[und][0][value]":"daru.jpg"}},"link_text":false,"attributes":{"alt":"daru.jpg","title":"daru.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


મહત્વનું છે, કે અમદાવાદ જીલ્લા પોલીસ દ્વારા એક વિશેષ ટીમ બનાવામાં આવી છે. જે ટીમ અમદવાદ જીલ્લા પોલીસના વિસ્તાર માંથી હાઇવે પસાર થયા છે. ત્યાં વોચ રાખે છે અને દારૂની બાતમી મળતાની સાથે જ બુટલેગરોને ઝડપી પાડે છે. 


વધુમાં વાંચો...20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ


મહત્વનું છે, કે સોમવારે રાત્રે જ ચાંગોદર પોલીસે મટોડા પાટિયા નજીકના પરિશ્રમ ઈન્ડ્રસ્ટ્રીઝ હબના પાણીના ગોડાઉન માંથી 400 પેટી વિદેશી ઝડપી પડ્યો છે. ત્યારે આ આરોપીઓ પાણીની બોટલની આડમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તાપસમાં સામે આવ્યું છે. અને હજી પણ ગુજરાત પોલીસ દ્વાર 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.