અતુલ તિવારી, અમદાવાદ:  ધોરણ 10માં ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કની શાળાઓએ લ્હાણી કરી હતી તેવું પરિણામના એનાલિસિસમાં સામે આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષાની વાત કરીએ તો 100 માર્કની પરીક્ષામાં 80 માર્કનું પ્રશ્નપત્ર અને 20 માર્ક શાળા કક્ષાએથી ઈન્ટરનલ માર્ક આપવાના રહેતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ધોરણ 10ના પરિણામમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ સામે આવ્યા છે જેઓને ગ્રેસિંગથી પાસ કરવાની ફરજ પડી છે, અથવા તો નાપાસ કરવામાં આવ્યા છે. જો કે નાપાસ થયેલા કે ગ્રેસિંગ માર્કથી પાસ થયેલા વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા 20માંથી 16 કે તેથી વધારે માર્ક આપવામાં આવ્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓએ તો 20માંથી 20 માર્ક મેળવ્યા છે. 


અમદાવાદમાં અંદાજે 260 જેટલી શાળાઓએ કેટલાક વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્ક 16 થી લઈ પૂરે પૂરા 20 આપ્યાનું ધ્યાને આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેરની 90 શાળાઓમાં અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કની તપાસ શરૂ કરવામાં આવી છે. 


જેને લઇને અમદાવાદ શહેર DEO કચેરીએ અંદાજે 10 જેટલી ટીમ બનાવી 170 જેટલી શાળાઓની તપાસ શરૂ કરી છે. કોરોનાકાળ વચ્ચે જાહેર થયેલા પરિણામનું શિક્ષણ વિભાગે એનાલિસિસ કરતા ગ્રેસિંગથી પાસ થયેલા તેમજ કેટલાક નાપાસ વિદ્યાર્થીઓને શાળાઓએ ઈન્ટરનલ માર્ક 20માંથી 16 કે તેથી વધુ તેમજ પૂરે પુરા 20 માર્ક આપી દીધા હોવાનું સામે આવ્યું છે.


ધોરણ 10માં 100 માર્કની પરીક્ષામાં 80 માર્કનું પ્રશ્નપત્ર અને 20 માર્ક શાળા કક્ષાએથી ઈન્ટરનલ માર્ક આપવાના રહેતા હોય છે. અમદાવાદ શિક્ષણાધિકારી દ્વારા શાળાઓની તપાસ બાદ શિક્ષણ વિભાગને બુધવાર સુધીમાં રિપોર્ટ સુપરત કરશે. 


શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો હતો ફેરફાર
ઘોરણ 10માં પાસ થવા માટે વિદ્યાર્થીએ 80માંથી 26 ગુણ લાવવાના રહેશે. જ્યારે આંતરિક મૂલ્યાંકન કસોટીમાં 20માંથી 7 ગુણ લાવવાના રહેશે. એટલે કે 26+7 ગુણ ટોટલ 33 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પાસ કહેવાશે. તો 2020ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 50 માર્કના OMRના સ્થાને 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બાકીના 80 ટકા લાબાં ટૂંકા અને નિબંધ લક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 50 માર્કની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube