હવે શુદ્ધ ભોજન ક્યાં મળશે! વડોદરામાં Maaza ની બોટલમાં તરતો મકોડો દેખાયો
Insect Found In Maaza : લો બોલો, હવે ઠંડાપીણામાંથી નીકળ્યો મકોડો, વડોદરામાં માઝાની બોટલમાં મકોડો દેખાયો, મહાકાળી સેવઉસળની દુકાનમાં બની ઘટના
Vadodara News : બહાર વેચાતા ફૂડનો હવે કોઈ ભરોસો કરવા જેવો નથી. હવે એવુ થઈ ગયુ છે કે શુદ્ધ ખોરાકની ગેરેન્ટી કોણ આપશે. ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે ખાઈ રહી છે. ગઈકાલે અમદાવાદમાં અથાણાંમાથી મરેલી ગરોળી નીકળી હતી. ત્યારે આજે વડોદરામાં માઝાની બોટલમાં મકોડા દેખાયા હતા. જાગૃત ગ્રાહકે વીડિયો બનાવીને શેર કર્યો છે. હવે શુદ્ધ ભોજન ક્યાં મળશે એ પણ કહી દો સરકાર, બધે જ તો વંદા અને ગરોળી નીકળે છે.
વડોદરામાં કીર્તિ સ્થંભ પર આવેલ મહાકાળી સેવઉસળની દુકાનમાં ઘટના બની હતી. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પરિવાર સાથે સેવઉસળ ખાવા ગયા તે વખતે આ બન્યું. માઝાની બોટલમાં મકોડા દેખાતા ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી. આ સાથે જ ગ્રાહકે કોર્પોરેશનના ખોરાક શાખામાં પણ ફરિયાદ કરી હતી. માઝામાં મકોડો જોતા સૌ ચોંકી ગયા હતા.
વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ
ખાણી પીણીની વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નિકળવાનો સિલસિલો યથાવત છે. તમે ખાવા-પીવાના શોખીન હશો, બહારથી મંગાવી અનેક વસ્તુ ખાતા હશો. ફુડ પેકેટ કે પછી બહારનો નાસ્તો કરતા જ હશો...પરંતુ હવે બહારનું ખાતા પહેલા સો વખત વિચાર કરજો. કારણ કે ભારતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર નામનો જ છે. જે ISI માર્કો લખેલો હોય છે તે માત્ર લખવા ખાતર જ લખેલો હોય છે. બહાર મળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કોઈ જ ગેરંટી નથી. ગુજરાત હોય કે ભારત સરકાર...સરકારમાં ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા માટે એક વિભાગ હોય છે...કેન્દ્રમાં ચિરાગ પાસવાન પાસે ફૂડ પ્રોસેસિંગનું મંત્રાલય છે, જ્યારે ગુજરાતમાં કુંવરજી બાવળિયા પાસે આ મંત્રાલય છે...ખબર નહીં સરકારનો આ વિભાગ કોઈ કામગીરી કરે છે કે પછી માત્ર નામનો જ વિભાગ છે?...દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી આ વિભાગની હોય છે. પરંતુ આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે. તગડા હપ્તા મળતા હોવાથી તેઓ કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી કરતાં નથી તેના જ કારણે એક પછી એક ખાદ્ય ખોરાકની આવી હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. સરકારે હવે કંઈ કરવું જ પડશે નહીં તો દેશવાસીઓ ક્યારેય માફ નહીં કરે.
શ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહીં બની રહ્યો છે મરીન ડ્રાઈવ
ફૂડ વિભાગનો નવો ફતવો
ફૂડ સેફ્ટી વિભાગે ફતવો જારી કરીને કહ્યું છે કે તમે હોટેલ, રેસ્ટોરેન્ટ અને ધાબાનાં રસોડાં ચકાસીને જમવાનો આગ્રહ રાખો. કમિશનર ઑફ ફૂડ સેફ્ટી વિભાગે જાહેર કરેલી પ્રેસનોટમાં જણાવવમાં આવ્યું છે કે ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ સિવાય નિયમો અને દંડની દુહાઈ તો આપવામાં આવી છે. પરંતુ ગુજરાતનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જનતાને શુધ્ધ ખાવાનું મળે તે માટે શું કામગીરી કરી રહ્યો છે તેની કોઈ જ માહિતી આપવામાં નથી આવી.
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી