અમદાવાદ :ઓર્ડર કરેલા ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત છે, અને જાગૃત નાગરિકો આવા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ (ahmedabad) ની ફેમસ રેસ્ટોરન્ટ ચેઈન હોકો ઈટરી (Hocco Eatery) માંથી પેક કરાયેલ ચણાપુરીમાંથી મંકોડો નીકળ્યો હતો. જાગૃત યુવકે તાત્કાલિક રેસ્ટોરન્ટ જઈને હોબાળો કર્યો હતો, જેથી રેસ્ટોરન્ટના સંચાલકોને પણ ઝૂકવુ પડ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધદરિયે ચકરાવા લેતા ‘મહા’ ચક્રવાતનો Video આવ્યો સામે, જુઓ


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં અનેક જગ્યાએ હોકો ઈટરીની રેસ્ટોરન્ટ્સ આવેલી છે. ત્યારે આનંદનગર રોડ પર આવેલ હોકો ઈટરીમાં ગઈકાલે બપોરે એક યુવકે ચણાપુરીના બે પાર્સલ પેક કરાવ્યા હતા. યુવકે ઘરે જઈને ચણાપુરી ખાવા માટે ડબ્બો ખોલ્યો તો અંદર કાળા કલરની વસ્તુ દેખાઈ હતી. યુવકે ધ્યાનથી જોતા એ કાળી વસ્તુ મંકોડો હતો. તેથી યુવકે રેસ્ટોરન્ટ જઈને હોબોળો કર્યો હતો. ત્યારે આખરે રેસ્ટોરન્ટના સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમજ હોબાળો થયા બાદ યુવકના પાર્સલના નાણા પરત કર્યા હતા. આમ, આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ફેમસ બ્રાન્ડ હેવમોરે (havmor) તાજેતરમાં જ પોતાનું નામ ચેન્જ કરીને હોકો ઈટરી કર્યું છે.


વાવાઝોડું નહિ, પણ વરસાદ આવ્યો, દરિયા કાંઠે મહા સાયક્લોનની અસર શરૂ, દીવથી હવે સાવ નજીક છે


ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક વર્ષમાં નાગરિકો જાગૃત થયા છે, અને ઓર્ડર કરેલા ફૂડમાં ખામી હોય તો સોશિયલ મીડિયામાં શેર કરે છે. ત્યારે સોશિયલ મીડિયા પર જાણીતી રેસ્ટોરન્ટ્સના ફૂડની ક્વોલિટી વિશે ચર્ચા થતી રહે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube