ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો, તો ‘જીવડા’વાળી પાવભાજી આવી
અમદાવાદ (Ahmedabad) માં ફરી એકવાર પ્રખ્યાત ઓનેસ્ટ રેસ્ટોરન્ટ (Honest Retautent) ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ અમદાવાદની ઓનેસ્ટ હોટલના ફૂડમાંથી મંકોડો નીકળ્યો હતો. ત્યારે ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા ફૂડમાંથી જીવડુ નીકળ્યું છે. અમદાવાદમાં ફૂડમાંથી જીવડુ નીકળવાનો વધુ એક કિસ્સો વાયરલ થયો છે. ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ફુડ પાર્સમાંથી જીવડુના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકે ઓનેસ્ટમાંથી પાવભાજી ઓનલાઇન ઓર્ડર કરી હતી. જેના બાદ પાવભાજીમાંથી જીવડુ નીકળ્યું હતું.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં ફરી એકવાર પ્રખ્યાત ઓનેસ્ટ રેસ્ટોરન્ટ (Honest Retautent) ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ અમદાવાદની ઓનેસ્ટ હોટલના ફૂડમાંથી મંકોડો નીકળ્યો હતો. ત્યારે ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા ફૂડમાંથી જીવડુ નીકળ્યું છે. અમદાવાદમાં ફૂડમાંથી જીવડુ નીકળવાનો વધુ એક કિસ્સો વાયરલ થયો છે. ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ફુડ પાર્સમાંથી જીવડુના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકે ઓનેસ્ટમાંથી પાવભાજી ઓનલાઇન ઓર્ડર કરી હતી. જેના બાદ પાવભાજીમાંથી જીવડુ નીકળ્યું હતું.
યુવકે ઓર્ડર કરેલા પાવભાજીમાંથી જીવડાની તસવીરો તથા સાથે જ ઓનેસ્ટ રેસ્ટોરન્ટનું ઓનલાઈન બિલ પર વાયરલ થયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વિવિધ રેસ્ટોરન્ટના કિસ્સા સામે આવી ચૂક્યા છે. તો ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ફરીથી વિવાદમાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube