31 ડિસેમ્બર પહેલા ગાડી પર લગાવી લો HSRP નંબર પ્લેટ, નહિ તો થશે આટલો દંડ
જો તમે તમારા વ્હીકલમાં HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો તમારા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. કારણ કે ત્યાર બાદ તમારે નંબરપ્લેટ લગાવવા માટે પણ દંડ ચૂકવવો પડશે. હાલમાં RTO કચેરી તરફથી નંબર પ્લેટ લગાવવાની ફી નિર્ધારિત કરવામાં આવી છે.
અમદાવાદ : રાજ્યની જનતા માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. જો તમે તમારા વ્હીકલમાં HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો તમારા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. કારણ કે ત્યાર બાદ તમારે નંબરપ્લેટ લગાવવા માટે પણ દંડ ચૂકવવો પડશે. હાલમાં RTO કચેરી તરફથી નંબર પ્લેટ લગાવવાની ફી નિર્ધારિત કરવામાં આવી છે.
નંબર પ્લેટ લગાવવા માટે આટલો ચાર્જ
ટુ વ્હીલર માટે 140 રૂપિયા
થ્રી વ્હીલર માટે 180 રૂપિયા
ફોર વ્હીલર માટે 400 રૂપિયા
હેવી વ્હીલર માટે 420 રૂપિયા
જો તમે 31 ડિસેમ્બર સુધી HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો RTO કચેરીએ તેના માટે દંડની જોગવાઈ કરી છે. આ મુજબ વાહનો ચલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. જો તમે RTO કચેરી જઈ ન શકતા હોવ તો, અધિકૃત ડીમ્ડ ડીલરને ત્યાંથી પણ નંબર પ્લેટ લગાવી શકાશે.
આટલો દંડ વસૂલાશે
ટુ વ્હીલર માટે 100 રૂપિયા
થ્રી વ્હીલર માટે 200 રૂપિયા
LMV વ્હીકલ માટે 300 રૂપિયા
હેવી વ્હીકલ માટે 500 રૂપિયા