પાટણના પટોળા વિશેની રસપ્રદ માહિતી, જાણો શા માટે થાય છે લાખો રૂપિયાની કિંમત?
ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળુ છે. કહેવાય છે કે પાટણનાં પટોળાની કળાએ 900 વર્ષ જુની છે. પહેલાના જમાનામાં ડીઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પધ્ધતિ નહોતી તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણનાં સાલવી પરિવારોએ તેમની આગવી કોઠા સુઝથી શોધી હતી. પોતાની આ કલાએ સાલવી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂવાત કરાવી હતી. કોરોના મહામારી વચ્ચે પણ પટોળાની માંગ યથાવત જળવાઈ રહી છે. ત્યારે શું છે આ પટોળું, કેવી રીતે બને છે આ પટોળું, કેટલા સમયમાં બને છે. આ પટોળું, અને પટોળું આટલું મોંઘુ કેમ આવો તે જાણવુ ખુબ જ રોચક છે.
પાટણ : ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળુ છે. કહેવાય છે કે પાટણનાં પટોળાની કળાએ 900 વર્ષ જુની છે. પહેલાના જમાનામાં ડીઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પધ્ધતિ નહોતી તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણનાં સાલવી પરિવારોએ તેમની આગવી કોઠા સુઝથી શોધી હતી. પોતાની આ કલાએ સાલવી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂવાત કરાવી હતી. કોરોના મહામારી વચ્ચે પણ પટોળાની માંગ યથાવત જળવાઈ રહી છે. ત્યારે શું છે આ પટોળું, કેવી રીતે બને છે આ પટોળું, કેટલા સમયમાં બને છે. આ પટોળું, અને પટોળું આટલું મોંઘુ કેમ આવો તે જાણવુ ખુબ જ રોચક છે.
પાટણ એટલે એતિહાસિક નગરી જ્યારે પાટણની વાત નીકળે એટલે પાટણવાસીઓના માનસપર પટોળાની છાપ ઉભરી આવે તેમ કહીશું તો પણ અતીસયોક્તી નથી. મહારાષ્ટ્રનાં જાલના શહેરની આ કળા કહેવામાં આવે છે. તે સમયે પાટણના રાજા કુમારપાલે અગિયારમી સદીમાં મહારાષ્ટ્રનાં જાલનાનાં સાતસો જેટલા પરીવારોને પાટણમાં વસાવ્યા હતા. ત્યારથી આ પટોળાની કામગીરી પાટણમાં ચાલી રહી છે. તો હાલની કોરોના મહામારી વચ્ચે નાનાધંધાથી લઈ મોટા ધંધાને થોડી મોટી અસર થવા પામી છે, પણ પાટળાના પટોળા વ્યવસાયમાં કોઈ અસર વર્તાવા પામી નથી. પટોળાની માંગ અકબંધ રહેવા પામી છે.
જોકે એક પટોળું બનાવતા ચાર માણસો સાથે કામ કરે તો ચાર થી છ મહિના જેટલો સમય લાગી જાય છે. જોકે આ પટોળામાં જે ડીઝાઇન બનાવવામાં આવે છે તે રેસમનાં તારથી બનાવવામાં આવે છે. આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે, તેની કિંમતની વાત કરવામાં આવે તો સવા લાખથી માંડીને પાંચ લાખ ઉપર સુધી જાય છે. સરકાર દ્વારા પટોળાની બનાવટને જે પ્રમાણ પત્ર આપવામાં આવ્યો છે. જે ઓરિજિનલ પટોળાની ખરાઈ કરે છે, પણ અન્ય લોકો પટોળાના નામે ઉંચી કિંમત વસુલ કરે છે. જેના માટે સરકારે કાંઈક કરવું જોઇએ કારણ કે આ પટોળું ઓર્ડેર ઉપર જ બનાવી આપવામાં આવે છે. આ ઓર્ડેર દેશના મોટા શહેરો એટલે કે અમદાવાદ, દિલ્લી, મુંબઈ, કલકત્તા, બેંગલોર જેવા મોટા શહેરોમાંથી વિશેષ આવે છે, સાથે અત્યારની માંગ સાથે હવે યુગ સાલવી પરિવારોના ત્રણ પુત્રો દ્વારા પટોળા સાથે દુપટા, રૂમાલ, સ્કાર્ફ, ટાઈ તેમજ કોટ જેવી વસ્તુઓ પણ બનાવમાં આવી રહી છે. ત્યારે તેની ઓરીજનલ બનાવટ જળવાઈ રહે તે જરૂરી છે.
ગુજરાતનાં ચલચિત્ર નામાંકિત લેખક અવિનાશ વ્યાસ દવારા પટોળા પર ગીત પણ લખવામાં આવ્યું હતું. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. આ ગીત પરથીએ સાબિત થાય છે કે, વર્ષો પહેલા પણ પટોળુ મોંઘેરૂ હતું. જેને પહેરવું તે પણ પ્રતિઠા સમાન છે. દેશ વિદેશમાં પટોળાએ એક આગવી ઓળખ પાટણ શહેરને અપાવી છે. આ સાથે નારીનું પણ એક સપનું હોય છે કે જીવનમાં એક વાર પટોળુ પહેરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube