તાલાલા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ
માજી મંત્રી જશા બારડનું નામ ચર્ચામાં આવતા સર્જાયો વિવાદ, આયાતી ઉમેદવારને લઈને ભાજપમાં થયો ભડકો
તાલાલાઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. લોકસભાની જેમ જ પેટા ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવો પણ ભાજપ માટે મોટા કોયડો બનેલો છે. કોંગ્રેસના ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવતા તાલાલા બેઠક ખાલી થઈ છે. હવે આ બેઠક પર કયો ઉમેદવાર ઊભો રાખવો તેના મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે.
હાલ પાર્ટી દ્વારા પૂર્વ મંત્રી જશા બારડનું નામ વહેતું કરવામાં આવતાં ભાજપમાં ભડકો થયો છે. આયાતી ઉમેદવારને કારણે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ નારાજ થયા છે. આ નારાજગી વ્યક્ત કરવા માટે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય જીકા સુવાગિયાના ફાર્મ હાઉસ પર મોડી રાત્રે એક અગત્યની બેઠક મળી હતી.
આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, સભ્યો, જિલ્લા ભાજપના મહામંત્રી, તાલુકા ભાજપના આગેવાનો, સરપંચો સહિત 150થી વધુ ભાજપ સંગઠન અને ગ્રામ્ય કક્ષાના આગેવાનો એક્ઠા થયા હતા અને ચર્ચા કરવામાં આવી હતી.
[[{"fid":"208042","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
લોકસભા ચૂંટણી 2019: મહેસાણા બેઠક અંગે ભાજપમાં આંતરિક દ્વિધા
આ બેઠકમાં તાલાલા તાલુકામાંથી જ ઉમેદવાર જાહેર થાય તે માટે રજુઆત કરવાનું નક્કી કરાયું હતું. સાથે જ યુવા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરત વાળા અને પાટીદાર આગેવાન છગનભાઇ કંસાગરાના નામો નક્કી કરવામાં આવ્યા હતા. બેઠકમાં એવું નક્કી કરાયું કે, પાર્ટી આ બન્નેમાંથી કોઈ એક ને જ ટીકીટ આપે તેવી માંગ કરવામાં આવશે.