બોટાદ : જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોગ્રેસના વધુ ૧૪ ફોર્મ રદ થતા એકબીજા ઉપર આક્ષેપ કરતા આગેવાનો ચુંટણી પહેલા કોગ્રેસને પડ્યો છે મોટો ઝટકો. જીલ્લા પંચાયતની માત્રે બે સીટો ઉપર લડશે ચુંટણી. તો આમ આદમી ૧૨ બેઠકો ઉપર લડશે ચુંટણી હવે ભાજપ અને આમ આદમી વચ્ચે સીધી જંગ. ધારાસભ્ય સૌરભ પટેલના કહેવાથી કોગ્રેસના ફોર્મ અધિકારીએ રદ કર્યા જીલ્લા કોગ્રેસ પ્રમુખનું નિવેદન. તો જીલ્લા ભાજપ પ્રમુખે તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો અંતિમ તબક્કામાં જોરશોરમાં પ્રચાર પ્રસાર


બોટાદ જીલ્લામાં જીલ્લા પંચાયતની ૨૦ સીટો માટે ભાજપ, કોગ્રેસ અને અપક્ષ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં ૧૫ ફેબુઆરી ૨૦૨૧ ના રોજ ઉમેદવારી ફોમનો ચકાસણીનો દિવસ હોઈ જેમાં ઉમેદવારી ચકાસણી દરમિયાન બોટાદ જીલ્લા પંચાયતની ૨૦ સીટોમાં કોગ્રેસના ૧૮ ફોમમાં મેન્ડેટના ફોર્મ ક માં કોઈ ભૂલના કારણે ફોર્મ  રદ થતા કોગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. જે મામલે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાત હાઈકોટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા પહેલા કોગ્રેસના ૪ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવેલું હતું. ત્યારે ૨૬ ફેબુઆરી ૨૦૨૧ ના રોજ હાઈકોટમાં ૧૪ ઉમેદવારો મામલે સુનવણી હોઈ જેમાં હાઈકોટ દ્વારા હુકમ કરતા જણાવેલું કે ચુંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેતપ કરવા હાઈકોર્ટનો ઇનકાર કરવામાં આવે છે. એટલે કોગ્રેસના વધુ ૧૪ ઉમેદવારો જીલ્લા પંચાયતની ચુંટણી નહી લડી શકે. જે કોગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. એટલે કે હવે કોગ્રેસ માત્ર ૨ સીટો ઉપર ચુંટણી લડશે. જયારે હવે  કોંગ્રેસ ના 20 માંથી 18 ફોર્મ રદ થતા હવે બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે યોજાશે જંગ. જયારે હવે કોંગ્રેસના 20માંથી 18 ફોર્મ રદ થતા હવે બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ યોજવાનો છે. તો બીજી તરફ 20 માંથી 12 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમજ જીલ્લા પંચાયતની ૭ સીટો ઉપર ભાજપના ઉમેદવારો બિન હરીફ થઇ ચુક્યા છે.


કોરોના ટેસ્ટ નહિ, તો વિધાનસભાના બજેટ સત્રમાં એન્ટ્રી નહિ


હાઈકોર્ટ જે અમારા ફોર્મ રદ કર્યા તેમાં ખરેખર કોઈ મિસ્ટિક હતી જ નહી જે મેન્ડેટ આપવામાં આવેલ ફોર્મ  ક અને ખ ફોર્મ નું જેમાં ખ ફોર્મ ઓલેરેડી કમ્પલેટ છે. જયારે ક ફોમ્ર માં સામન્ય ટેકનીક ભૂલ હતી. સામાન્ય ટેકનીક ભૂલ માન્ય રાખી શકાય પરતું હાલની વર્તમાન સરકાર અને અહીના મંત્રી સૌરભ પટેલ અધિકારીઓને પોતાના દબાવમાં લાવી અને બળજબરી પૂર્વક કરી અને એ લોકોને દબાવી અને જે નિર્ણય અમાન્ય કરાવ્યો એ શરમજનક કહેવાય. જો તેમને ચુંટણી લડવી હોત તો મેદાનમાં આવી જવું હતું પરતું તેમને બીક લાગી ગઈ હારવાની .હાઈકોટ ના જજમેન્ટને અમે સુપ્રીમમાં જશું. ભાજપ સાથે આમ આદમીની સીધી ફાઈટ છે. આમ આદમીના જીલ્લામાં ૬૦ ઉમેદવારો છે. જેમાં જીલ્લા પંચાયતમાં ૧૨ ઉમેદવારો છે. સતામાં બેઠેલી પાલટીઓની કુટનીતિ અને ગદુ રાજકારણનો ભોગ સામેની પાલટી બની છે, અમે ૬૦ બેઠકો ઉપર વિજય થઇશું. આમ આદમીમાં આંતરિક વિખવાદ ભાગ ભજવે છે. પ્રદેશવાળાને ધ્યાન આપવાની જરૂર છે. જો ઉમેદવાર નિષ્ફળ જશે તો આંતરિક વિખવાદ સાબિત થશે. અમે સક્ષમ અને સારા ૧૫૦ જેટલા ઉમેદવારો પસંદ કર્યા હતા. જો  તેમને મેન્ડેટ આપવામાં આવ્યો હોત તો અમે તમામ સીટો ઉપર વિજય થાત. 


15 વર્ષે થઇ એવી બિમારી કે સારવાર માટે 3 વર્ષ સુધી રાહ જોવી પડી, દુનિયામાં માત્ર 2.5% હોય છે આ દુર્લભ બિમારી


સત્યનો હમેશા વિજય થાય છે કોગ્રેસે દ્વારા જે કઈ ભૂલ કરવામાં આવી છે તેની અણઆવડત ના કારણે જે કઈ ભૂલ કરી છે .રાજ્યના ચૂંટણી પચે નીક્ષ્પ નિર્ણય કરી અને જયારે તેને કોટમાં રજુ કર્યો ત્યારે હાઈકોટે ચુંટણી પચ ના નિષ્પક્ષ નિર્ણય ને માન્ય રાખેલ છે અને કોગ્રેસના જે તમામ ૧૮ ફોમ હતા તે અ માન્ય ગણ્યા છે .અને કોગ્રેસ જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણા છે એમને જે કઈ ભૂલ કરી છે તે ક્યારે ભૂલ સ્વીકારતી નથી એમને જે કો ફોર્મ ભરવામાં ભૂલ કરી છે કોઈના પ્રેસરમાં કોઈ આવતું નથી .ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પક્ષ હોઈ તેને માન્ય નથી .કોઈ પણ પાલટી સામે હોઈ ભાજપ વિકાસ ને લઈ ચુંટણી લડે છે અને ૨૦ જીલ્લા પંચાયત ની સીટ ભાજપને આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube