24મી સપ્ટેમ્બરે સુરત શહેરમાં યોજાશે પ્રથમવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ
સુરતમાં 24મી સપ્ટેમ્બરનો દિવસ મહત્વનો છે, કારણ કે શહેરના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટની છે, પરંતુ બે મહત્વની ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ ટી20 ડે-નાઈટ મેચ યોજાવવાની છે. ટી 20 ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
તેજશ મોદી/સુરત: સુરતમાં 24મી સપ્ટેમ્બરનો દિવસ મહત્વનો છે, કારણ કે શહેરના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટની છે, પરંતુ બે મહત્વની ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ ટી20 ડે-નાઈટ મેચ યોજાવવાની છે. ટી 20 ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમને કહ્યું કે, તેઓ આગામી ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા વિમેન્સ વર્લ્ડકપ ટી 20 માટેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બિલ્ડીંગ પર હાલ ફોકસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટરો દરેક પાસામાં તેમની બેસ્ટ રમત દર્શાવી જ રહી છે.
ભારતીય મહિલાઓની વર્લ્ડ કપ માટેની ક્રિકેટ ટીમનું ઘડતર હાલમાં ઉપલબ્ધ ખેલાડીઓના હવે પછીની મેચોના પરફોર્મન્સ પરથી થવાનું છે. તેમને તાજેતરની મહિલા ક્રિકેટ ટીમની સિરીઝ હાર અને સુરત ખાતે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની કંગાળ રમત અંગે કશું કહેવાનો ઇન્કાર કરીને ફક્ત એટલું જ કહ્યું હતું કે, અમે ભૂતકાળને નહીં ભવિષ્યને ધ્યાને લઇને રમીએ છીએ. ડબલ્યુ વી. રમને ઉમેર્યું કે જે વીતી ગયું છે તેને ભૂલી જઇને ભવિષ્યમાં શું તેના પર રમત રમવી જોઇએ.
ઓનલાઇન ગેમ રમતા લોકો થઇ જાવ સાવધાન, થઇ શકે છે છેતરપિંડી
સુરતની ગ્રાઉન્ડ કન્ડીશન્સ અંગે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમને કહ્યું કે ફર્સ્ટ ક્લાસ ફેસેલિટીઝ છે, અમે ગ્રાઉન્ડ કન્ડીશનથી ખુશ છીએ. બસ વરસાદ નહીં પડવો જોઇએ. બાકી બધી જ કન્ડીશનને તેમણે ઓલ વેલ ગણાવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે જણાવ્યું હતું કે વિમેન્સ વર્લ્ડ કપ પહેલા ટીમ પાસે હવે ફક્ત 15 જેટલી ઇન્ટરનેશનલ મેચીસ છે અને આ મેચીસ દરમિયાન અમારે પરફોર્મન્સ દર્શાવવાનું છે. તેણે કહ્યું કે ટીમ ઇન્ડિયાની દરેક પ્લેયર તેની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે કટિબદ્ધ છે.
‘કર્મભૂમિથી જન્મભૂમિ’ સાયકલ અભિયાનથી થશે 150મી ગાંધી જયંતિની ઉજવણી
હરમનપ્રિતે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અંગે જણાવ્યું કે એ શ્રેષ્ઠ ટીમ છે અને તેમની સામે રમવાનું હંમેશા ટફ હોય છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગમાં તેઓ હાલમાં બેસ્ટ ટીમ ગણાય રહી છે. સુરત ખાતેની સિરીઝમાં અમે પણ અમારી રીતે પરફોર્મન્સ આપવા માટે બિલકુલ રેડી છીએ. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમે પણ જીતની આશા વ્યક્ત કરી સારું પરફોર્મન્સ આપવાનો દાવો કર્યો હતો.
જુઓ LIVE TV :