સુરત : સુરતવાસીઓને પહેલી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો લાભ મળી શકે છે. હવે સુરતથી દુબઇની વિમાની સેવા શરૂ થાય તેવી શક્યતા છે. શારજહાં-સુરત સેવા પણ બે મહિનામાં શરૂ થઇ શકે છે. આ સિવાય એરઇન્ડિયા એક્સપ્રેસ કોચી-સુરતના રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારનો મોભી છે પાકિસ્તાનની જેલમાં અને મળ્યા માથા પર વીજળી પડે એવા સમાચાર


હાલમાં એરઇન્ડિયા અને SAAC વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક કોચીન ઓફિસમાં એરઇન્ડિયાના સીઇઓ શ્યામ સુંદર સાથે થઈ હતી અને SAACના સંજય ઇઝાવાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ મિટિંગ પછી હવે કોચી-સુરત-કોચીનું સંભવિત શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે.


આ શેડ્યુલ પ્રમાણે ફ્લાઇટ કોચીથી સવારે 6.15 ઉપડશે અને સુરત સવારે 8.25 પહોંચશે. રિટર્નમાં એ સુરતથી 9.15એ ઉપડશે અને કોચી 11.30 કલાકે પહોંચશે. આ સિવાય શારજહાં માટેની ફ્લાઇટનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ શેડ્યુલ પ્રમાણે કોચીથી સવારે 06:15એ ઉપડી ફ્લાઇટ સુરત 08:25 પહોંચશે. સુરતથી સવારે 09:30 ઉપડી ફ્લાઇટ 11:55 કલાકે શારજાહ પહોંચશે. રિટર્નમાં આ ફ્લાઇટ 12:50 કલાકે શારજાહથી ઉપડીને 17:20 સુરત આવશે અને 18:20 કલાકે સુરતથી ઉપડી ફ્લાઇટ 20:40 કલાકે કોચી પહોંચશે.