અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Riverfront Project) હેઠળ AMC દ્વારા અમદાવાદીઓ માટે એક નવું નજરાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ પ્રેમી (Sports Lover) જનતા માટે અત્યાધુનિક કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણતાને આરે છે. સાબરમતી નદીના (Sabarmati River) પશ્ચિમ અને પૂર્વ છેડે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sports Complex) તૈયાર કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના (Ahmedabad) પશ્ચિમ છેડે 27 કરોડના ખર્ચે NID પાછળના ભાગે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની (Sports Complex) કામગીરી પૂર્ણ થવાને આરે છે. આ કોમ્પલેક્ષમાં ટેનિસ કોર્ટ (Tennis Court), બાસ્કેટબોલ કોર્ટ (Basketball Court), વોલીબોલ કોર્ટ (Volleyball Court) બનીને તૈયાર છે. ચિલ્ડ્રન પ્લે એરિયા (Children Play) સહિત વિશાળ જોગિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઓપન જીમનેશિયમ (Gymnasium) સહિત માટીમાં પરંપરાગત રમતો રમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં નેતાઓના ઘર પણ સલામત નથી, કલોલના ધારાસભ્યના ઘરે થઈ મોટી ચોરી


આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ રિંગ (Skating Ring) પણ બનીને તૈયાર થઈ ગઈ છે. રમતવીરો (Athletes) માટે ચેન્જિનગ રૂમ અને પ્રેક્ષકો માટે બેસવાની અને ફૂડકોર્ટની (Food Court) પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સેંકડો ફ્લડ લાઈટથી કોમ્પલેક્સ સજજ કરાયું છે. વહેલી સવારે કે મોડી સાંજ બાદ પણ ઉપયોગી કરી શકાશે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ટુર્નામેન્ટ યોજવા માટે કોમ્પ્લેક્ષ સક્ષમ છે. નદીના પૂર્વ છેડે શાહપુર તરફ પણ નાનું કોમ્પલેક્ષ બનીને તૈયાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube