ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. રાજ્યભરમાં 'યોગ ફોર હાર્ટ'ના સ્લોગન સાથે જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.


સીએમ રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હાજરી આપશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ખાસ આકર્ષણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું બિરુદ ધરાવતી સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે. અહીં 'અનેક્તામાં એક્તા'ના મંત્ર સાથે વિવિધ ધર્મસંપ્રદાયના 1000 જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓ 'સાંધ્ય યોગ સાધના' કરવાના છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. આ કારણે, સાંજે 4.00 કલાક પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવશે. 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક