બોટાદમાં નશો કરીને ઇંટોના ભઠ્ઠા પર સુતા, સવારે ભઠ્ઠો સળગી ઉઠતા બંન્નેના મોત
જિલ્લાના ગઢડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં નશો કરનારા યુવકોના જીવ ગયા છે. આ બનાવ એટલો ચકચારી છે કે સાંભળનારા તમામ લોકો ચોંકી ઉઠે છે. અહીં બે યુવકો ઇંટના સળગતા ભઠ્ઠા પરથી મૃત હાલતમાં મળી આવ્યા છે. જો કે તેમને કોઇ બળજબરીથી થઇ હોવાનું સામે આવતું નથી. આ ઉપરાંત તેઓ બંન્ને જાતે જ ભઠ્ઠા પર ગયા હોય અને મોતને ભેટ્યા હોય તેવું લાગી રહ્યું છે.
બોટાદ : જિલ્લાના ગઢડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં નશો કરનારા યુવકોના જીવ ગયા છે. આ બનાવ એટલો ચકચારી છે કે સાંભળનારા તમામ લોકો ચોંકી ઉઠે છે. અહીં બે યુવકો ઇંટના સળગતા ભઠ્ઠા પરથી મૃત હાલતમાં મળી આવ્યા છે. જો કે તેમને કોઇ બળજબરીથી થઇ હોવાનું સામે આવતું નથી. આ ઉપરાંત તેઓ બંન્ને જાતે જ ભઠ્ઠા પર ગયા હોય અને મોતને ભેટ્યા હોય તેવું લાગી રહ્યું છે.
નવસારી: ઇકો પોઇન્ટમાં નાનકડી બોટમાં 23 લોકોને ઠુસવામાં આવ્યા, ધક્કામુક્કી થતા બોટ પલટી અને 5ના મોત
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગઢડામાં સામાકાંઠા વિસ્તારમાં નિલકંઠ મહાદેવ સામે ઇંટોનો ભઠ્ઠો આવેલો છે. આ સળગતા ભટ્ઠા પર બે યુવાનો મૃત સ્થિતીમાં મળી આવ્યા છે. પોલીસને ઘટના અંગે માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ધુમાડાના ગોટેગોટા ભટ્ઠા પર વળતા હતા. જો કે આ યુવકો ઉપર કઇ રીતે પહોંચ્યા તે બાબત જાણવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ બંન્ને યુવકોએ રાત્રે નશો કર્યો અને ઇંટોના ભઠ્ઠા પર જ ઉંઘી ગયા હતા.
જામનગરમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ, અકસ્માત નિવારણ મુદ્દે આપ્યું માર્ગદર્શન
જો કે ઇંડોનો ભઠ્ઠો ચાલુ હતો તે કદાચ તેમને નશામાં ખબર નહી પડી હોય. પોલીસને ભઠ્ઠા નજીકથી દેશી દારૂની કોથળીઓ પણ મળી આવી છે. જેના કારણે બંન્નેના મોત શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે. હાલ તો પોલીસે બંન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જો કે ભઠ્ઠામાં તપી જવાથી મોત થયા કે લઠ્ઠો પીવાના કાણે મોત થયા તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. જો કે નાનકડા ગામમાં આવી વિચિત્ર ઘટના બનતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube