કચ્છ : ભચાઉમાં નશાને લીધે પગ ગુમાવવાનો વારો આવ્યો છે. ભચાઉના સામખીયાળી પાસે માલગાડીની હડફેટે આવેલા યુવકના બંન્ને પગ કપાઈ ગયા, સારવાર માટે ભુજ ખસેડાયો હતો. નશાની હાલતમાં યુવક માલગાડીના ટ્રેક પર જઈ ચડતા દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. વધુ ઈલાજ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીષ્માના ગળુ કાપતા સમયે વીડિયોમાં ફેનિલનો જ અવાજ હતો, આખરે FSL માં સાબિત થયું


ભચાઉ તાલુકાના સામખીયાળી ગામે ગત રાત્રીના 10.15 વાગ્યાની આસપાસ સુરેશ દેવીપૂજક નામનો યુવક રેલવે ટ્રેક પસાર કરતી વખતે માલગાડીની અડફેટે ચડી ગયો હતો. જેના કારણે તેના બંન્ને પગ કપાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભારે લોહી પણ વહી ગયું હતું. બનાવના પગલે માલગાડીના પાયલોટ દ્વારા તુરંત ગાડી ઉભી રાખી દેવામાં આવી હતી અને સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. ઘાયલને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તાકીદની સેવા આપી ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર બાદ વધુ ઈલાજ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.


ગુજરાતના અસલી ‘નાયક’ : ઝૂપડપટ્ટીમાં લોકો વચ્ચે જઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાણી તેમની સમસ્યા


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ તરફના અને હાલે સામખીયાળીમાં રહેતો સુરેશ દેવીપૂજક પોતે માતાજીનો ભુવો હોવાનું અને ઘરના માહોલથી બહાર નીકળી ગયો હતો. અકસ્માતનો ભોગ બની ગયો હતો. અલબત્ત સામખીયાળી 108 એમયુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તાકીદની સારવાર આપી યુવકનો જીવ બચાવી લીધો હતો અને તેને વધુ સારવાર માટે ભુજ ખસેડ્યો હતો. બનાવની ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે યુવક નશાની હાલતમાં માલગાડીના ટ્રેક પર જઈ ચડતા દુર્ઘટનાનો ભોગ બન્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.