ગૌરવ દવે/ રાજકોટ : જો તમે ક્રિપ્ટો કરન્સિમાં રૂપીયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વનાં છે. રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણની આકર્ષક સ્કીમ આપી રાજકોટનાં એક વકીલ સહિત અનેક લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી સુરતના ચાર શખ્સોએ છેતરપિંડી આચરી હતી. જેને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રવિવારે બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં ઉદયપુરની હોટલમાં મેગાટ્રોન લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 300 રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનાં રોકાણકારોએ કરોડો રૂપીયાનું રોકાણ કર્યું હોવાનું ખુલ્યું છે. જેને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીઓ સુરતનાં વતની છે જેનું નામ છે બ્રિજેશકુમાર જગદિશચંદ્ર ગડીયાલી અને કિરણકુમાર વનમાળીદાસ પંચાસરા. આ બન્ને શખ્સો પર આરોપ છે ક્રિપ્ટો કરન્સિમાં રોકાણકારોને રોકાણ કરવાની લાલચ આપીને કરન્સિને મેગાટ્રોનમાં કન્વર્ટ કરીને છેતરપિંડી આચરવાનો. શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટમાં રહેતા વકિલ મહેન્દ્ર વાળાએ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં 38 લાખ 30 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડિયાલ, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તાના નામ આપ્યા હતા. આ ફરિયાદના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સુરતના બ્રિજેશ ગડીયાલ અને કિરણ પંચાસરાની ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાં આરોપીઓનાં 14 દિવસના રિમાન્ડની માગ કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસનાં કહેવા પ્રમાણે, 4 આરોપીઓ પૈકી એક આરોપી દુબઇ નાસી ગયો હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.


ભાવેશ રોજીયાને DG કમેન્ડેશન એવોર્ડ એનાયત, ભલભલા અધિકારીઓ આ એવોર્ડ માટે તરસે છે, ગુજરાતમાં માત્ર એક અધિકારી પાસે જ આ એવોર્ડ


પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓએ રાજકોટનાં વકિલ મહેન્દ્ર વાળાને 17 સપ્ટેમ્બર 2020ના તેમના મિત્ર મુન્ના બાવળિયાના સંપર્કથી એક હોટેલમાં કિરણ પંચાસરા અને ધવલ લહેરી મળ્યો હતો. સુરતના બંને શખસે પોતાની ઓળખ ક્રિપ્ટો કરન્સીમાં કામ કરતા હોવાનું કહી તેમની ટ્રોનથી ઓળખાતી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા કહ્યું હતું. રોકાણ પર 150 દિવસ સુધી 2 ટકા વળતરની ખાત્રી આપી હતી. એડવોકેટ વાળાએ 4 હજારનું રોકાણ કરી 2000 ટ્રોન ખરીદ કર્યા હતા. આરોપીઓએ રોકાણ થતાં જ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી અને તેમાં ફરીયાદી મહેન્દ્રનું એકાઉન્ટ ખૂલી ગયું હતું. 


જેમાં તેમણે ખરીદેલા 2000 ટ્રોન દેખાતા હતા. ત્યારબાદ ચીટર ગેંગે લાલચ આપી હતી કે, જો તમે રોકાણકાર લાવશો તો 20 ટકા વળતર મળશે. જેથી ફરીયાદી મહેન્દ્રએ હોટેલમાં તેના મિત્ર વિક્રમસિંહ જાડેજાને લઇ ગયા હતા અને વિક્રમસિંહે પણ 10 હજારનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ મહેન્દ્રએ તેમના પરિચિત મયંક પંડ્યા, વિક્રમસિંહ જાડેજા, અનિલ જાની, જયદેવ પીપળિયા, વિક્રમસિંહ રાઠોડ, પરાગ રૂપારેલ પાસે રોકાણ કરાવડાવ્યું હતું. આમ વકિલ મહેન્દ્રએ અલગ અલગ રોકાણકારો પાસેથી 52 લાખ 20 હજાર 100નું રોકાણ કરાવ્યું હતું. નાણાંની જરૂરિયાત ઊભી થતાં મહેન્દ્રએ પૈસાની ઉઘરાણી કરતાં આરોપીઓએ કટકે કટકે 13 લાખ 90 હજાર પરત આપ્યા હતા, બાકીના 38 લાખ 30 હજાર 100નું ટ્રોનમાંથી મેગાટ્રોનમાં રોકાણ કરાવડાવી દઇ ત્યારબાદ મેગાટ્રોનની કિંમત ઝીરો કરાવડાવી આરોપીઓ રોકાણકારોની રકમ હજમ કરી ગયા હતા.


ગુજરાતને મળશે યોગીને પણ આંટી મારે તેવા CM? આ ગુજરાતી સાધુને BJP દ્વારા ટિકિટ અપાય તેવી શક્યતા


કેવી રીતે ટ્રોન થી છેતરપિંડી કરી શરૂ 
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ બ્રિજેશ ગડીયાલી અગાઉ શેરબજારમાં કાયદેસરનું કામ કરતો હતો. જોકે ધવલ લહેરીનાં સંપર્કમાં આવતા ધવલ ક્રિપ્ટો કરન્સિનું કામ કરતો જાણતો હોવાથી વેબસાઇટ શરૂ કરી હતી. જેમાં બ્રેજેશની સાથે કિરણ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા પાર્ટનર થયા હતા અને રોકાણકારો સાથે છેતરપિંડી કરવાની જાળ બિછાવી હતી. ગુજરાતનાં અનેક રોકાણકારોનાં રૂપીયા ચાંઉ થઇ ગયા છે. એટલું જ નહિં મુંબઇમાં પણ આજ પ્રકારનો છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. જેની પણ વિગતો મેળવી રાજકોટ પોલીસ તપાસ શરૂ કરી છે. 


સુરતના આ ચારેય ઠગ પોતાની ઓનલાઇન પેઢી બનાવી ક્રિપ્ટો કરન્સીના નામે લોકોને આકર્ષક સ્કીમ આપી રોકાણ કરવાની લાલચ આપી ફસાવ્યા હતા. રોકાણકારોને આકર્ષવા માટે ઠગ ટોળકી ગેંગ દીવ, ગોવા અને રાજસ્થાનની નામાંકિત હોટેલમાં મિટીંગ કરતા હતા અને ત્યાં રોકાણકારોને બોલાવી તેમનો તમામ ખર્ચ પોતે ઉઠાવતા હતા. પોતે સાચી જગ્યાએ રોકાણ કરી રહ્યા છે તેવો વિશ્વાસ અપાવી ઠગ ટોળકી દર વખતે લોકોને વધુ રોકાણ કરવા ફસાવતા હતા. હાલ તો આ ઠગ ટોળકી પોલીસનાં સકંજામાં આવી છે અને જેલનાં સળિયા ગણતા થઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube