ઝી બ્યુરો, અમદાવાદ: આવતીકાલે આઇપીએલ સીઝનની અંતિમ એટલે કે આઇપીએલ ફાઇનલ યોજાવા જઈ રહી છે. ત્યારે ગઈકાલે એટલે કે 27 મે 2022 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ક્વોલિફાયર મેચ યોજાઈ હતી. આ મેચની શરૂઆતમાં જ વિરાટ કોહલીના એક ફેન્સની હરકતથી આખા સ્ટેડિયમમાં રમૂજ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી આઇપીએલ 2022 ની ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સે બેંગ્લોર વિરૂદ્ધ સાત વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ કમાલ કર્યો. બેટ્સમેનોએ પોતાના દમ પર જ રાજસ્થાનને ફાઇનલ સુધી પહોંચાડી. ત્યારે આ મેચની શરૂઆતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને મળવા માટે એક ફેન્સ સુરક્ષા ઘેરો તોડી મેદાનમાં દોડી આવ્યો હતો. તે સમયે વિરાટ કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે ફેન વિરાટ તરફ દોડી રહ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube