અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ-2023 ફાઇનલ રમાઈ રહી છે. મહત્વનું છે કે રવિવારે આઈપીએલ ફાઈનલ રમાવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. આજે રિઝર્વ ડેમાં આ મેચ શરૂ થઈ હતી. ત્યારે સ્ટેડિયમમાં પ્રવેશને લઈને પોલીસ અને દર્શકો વચ્ચે બબાલ જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેડિયમની બહાર બબાલ
આઈપીએલની રવિવારે રમાનારી ફાઈનલ વરસાદને કારણે સોમવારે રિઝર્વ ડેમાં રમાઈ રહી છે. ત્યારે રવિવારે ફાઈનલ માટે લાખો ફેન્સ સ્ટેડિયમની અંદર પહોંચ્યા હતા. પરંતુ આજે રિઝર્વ ડેના દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ  માટે દર્શકોને ટિકિટ સાચવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આજે સ્ટેડિયમમાં પ્રવેશ મુદ્દે દર્શકો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી. પોલીસે ટાળોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. 


પ્રાપ્ત વિગત અનુસાર અડધી મેચ પૂરી થવા આવી ત્યારે પોલીસે લોકોને ફ્રીમાં સ્ટેડિયમની અંદર એન્ટ્રી આપી હતી. આ દરમિયાન લોકો બેકાબૂ બની ગયા હતા. ત્યારે ટોળાને કાબુમાં લેવા અને સ્થિતિ પર નિયંત્રણ બનાવી રાખવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન લોકો એકબીજા પર પડ્યા હતા. જેમાં એક યુવતીને ઈજા થવાના પણ સમાચાર છે. 



અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં પ્રવેશ મુદ્દે ક્રિકેટ ફેન્સ અને પોલીસ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. પોલીસે લોકોના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. સ્ટેડિયમની બહાર બબાલ થતાં પોલીસે લાઠીચાર્જની ફરજ પડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube