ઝી બ્યુરો/ગાંધીનગર: IPS હસમુખ પટેલને રાજ્ય સરકારે ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે. IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવ્યા છે. ત્યારબાદ હસમુખ પટેલે કહ્યું હતું કે ખુબ જ મોટી જવાબદારી છે. તટસ્થતાથી કામ કરીશું. 11 નવેમ્બરે ચાર્જ સંભાળીશ. તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહી પર એક નજર કરવા જેવી ખરી! ગુજરાતીઓ સારા પ્રસંગો લેતા હોય તો ખાસ જાણી લેજો!


હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન બનાવ્યા છે. ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી છે.


ગુજરાતી બિલિયોનર એક લાખ મહિલા અને બાળકોને કરશે મદદ, લાખોનો ઈલાજ કરશે મફત


નોંધનીય છે કે દિનેશ દાસાની નિવૃત્તિ બાદ GPSCના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ તેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના હોઈ સરકારે હવે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને ચેરમેન તરીકે વરણી કરી છે.