DIG મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા, 12 દિવસમાં જ તોડ્યો દમ
- સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ કોરોના વકરી રહ્યો છે
- આજની તારીખે રાજ્યમાં અનેક પોલીસ કર્મચારી અને અિધકારી કોરોનાગ્રસ્ત છે
મૌલિક ધામેચા/અમદાવાદ :આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા છે. DIG મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. ડો. મહેશ નાયક છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ડો. મહેશ નાયકનું વડોદરા પોસ્ટિંગ હતું. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ વડોદરા આમ્સ યુનિટમાં DIG તરીકે હતા. આમ કોરોનામાં પ્રથમ એવા IPS અધિકારી કોરોના સામે જંગમાં હાર્યા છે.
સવા લાખથી વધુ પોલીસ કર્મચારીઓને રસી અપાઈ છે
સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ કોરોના વકરી રહ્યો છે. ગુજરાત પોલીસના સવા લાખથી વધુ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયાં છે. તેમ છતાં, આજની તારીખે રાજ્યમાં અનેક પોલીસ કર્મચારી અને અિધકારી કોરોનાગ્રસ્ત છે. અમદાવાદ શહેરમાં ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ સહિત કુલ 30 પોલીસ કર્મચારી કોરોનાના બીજા ગંભીર રાઉન્ડમાં સંક્રમિત થઈ ચૂક્યાં છે. આમ, વેક્સિનેશન પછી પણ પોલીસ તંત્રમાં કોરોના વકરવા લાગતાં ચિંતા ઘેરી બની છે. અમદાવાદના ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ ઉપરાંત અગાઉ અમદાવાદમાં કામ કરી ચૂકેલા સુરતના ડીસીપી પી.એલ. માલ અને એસઆરપીમાં કાર્યરત ડો. મહેશ નાયક તાજેતરમાં કોરોના સંક્રમિત થયા હતા.
અમદાવાદના કાલાવ્યો એપાર્ટમેન્ટમાં 300 રહીશો નજરકેદ
અમદાવાદમાં કોરોનોનુ સંક્રમણ બેકાબૂ બની ચૂક્યું છે. બોડકદેવનુ કાલાવ્યોમા એપાર્ટમેન્ટ માઇક્રોકન્ટેટમેન્ટ ઝોનમાં મૂકાયું છે. એપાર્ટમેન્ટના 80 મકાનના 300 થી વધારે રહીશો નજર કેદ છે. પોશ વિસ્તારમાં રહેલા કાસાવ્યોમા એપાર્ટમેન્ટમાં 30 થી વધારે એક્ટીવ કેસ છે. તો અગાઉ 23 નવેમ્બરના રોજ પણ કાસાવ્યોમા એપાર્ટમેન્ટના કેટલાક મકાન માઇક્રો કન્ટેન્ટમેન ઝોનમાં મૂકાયા હતા. નવેમ્બર માસમાં 40 કરતાં વધારે એક્ટીવ કેસ એપાર્ટમેન્ટમાં હતા. માત્ર ચાર મહિનામાં બીજી વાર કાસાવ્યોમા એપાર્ટમેન્ટના મકાન માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકાયા છે.