મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ  છોડીને સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. જેથી રક્ષાબંધન થી નવનિયુક્ત પામેલા શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. આમતો સ્વભાવે શાંત પ્રકૃતિની અને લો-પ્રોફાઈલ રહેવાની છબી સંજય શ્રીવાસ્તવ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે આજે ચાર્જ સંભાળતાની સાથે જ તેમને જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ સાથે શી-ટીમની કામગીરીને આગળ વધારવાની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત લો-એન્ડ ઓર્ડરની ભૂમિકા પર કામ કરવાની અગ્રીમતા તેમની રહેવાની છે. મહત્વનું છે કે આજના રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે પૂર્વે પોલીસ કમિશ્નર અને DGP આશિષ ભાટિયા એ સંજય શ્રીવાસ્તવને ચાર્જ સોંપ્યો હતો.


આ પણ વાંચો:- રામ મંદિર નિર્માણ માટે શિક્ષણમંત્રીએ લીધેલી પ્રતિજ્ઞા 30 વર્ષે તોડી, જાણો કોણે ખવડાવી મિઠાઇ


રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા રાજ્ય વ્યાપી મિસિંગ ચાઈલ્ડની એક્ટીવીટી ઉપર કામગીરી કરવાની તૈયારી આજે બતાવી છે. આ સાથે જ ક્રાઈમ કંટ્રોલ, ત્રાસવાદ તથા સ્લીપર સેલ જેવી બાબતોને પ્રાધાન્ય આપવાની વાત રાજ્ય પોલીસ વડાએ કરી. ઉપરાંત પૂર્વ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા જે પ્રોજેક્ટો શરુ કરવામાં આવ્યા હતા તે તમામ પ્રોજેક્ટોને આગળ ધપાવવામાં આવશે. આવનારા સમયમાં ગુજરાત પોલીસીંગને અલગ મુકામે પહોંચાડવાના હેતુ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પોતાની કામગીરીની શરૂઆત કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube