Success Story: સરકારી સ્કૂલમાં અભ્યાસ, ખેતરોમાં કામ અને 2 બાળકોની માતા છે આ IPS
IPS Story: સરકારી શાળામાં ભણવાથી લઈને આઈપીએસ ઓફિસર બનવા સુધી તેણે પોતાના સપના પૂરા કરવા માટે ઘણી મહેનત કરી છે. જોડિયા બાળકોની માતા IPS સરોજ કુમારીની સફળતાની સ્ટોરી જાણશો તો તમે પણ દંગ રહી જશો.
Success Story, IPS Saroj Kumari: રાજસ્થાનના એક નાનકડા ગામમાં જન્મેલી સરોજ કુમારી આજે દેશની જાણીતી આઈપીએસ ઓફિસર છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તે માત્ર નાની નાની ખુશીઓ માટે જ નહીં પરંતુ મૂળભૂત સુવિધાઓ માટે પણ ઝંખતી હતી. એ સમયે એમને તો નહીં પણ આખા પરિવારમાં કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તેમની દીકરી તેમનું નામ રોશન કરશે.
એમાં કોઈ શંકા નથી કે જેના સપનામાં હિંમત હોય છે, તેને મંઝિલ મળે છે, પછી ભલે તે ગમે તે કરે. ગુજરાતના વડોદરાના ડીસીપી સરોજ કુમારી બાળપણમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા છે. સરકારી શાળામાં ભણવાથી લઈને આઈપીએસ ઓફિસર બનવા સુધી તેણે પોતાના સપના પૂરા કરવા માટે ઘણી મહેનત કરી છે. જોડિયા બાળકોની માતા IPS સરોજ કુમારીની સફળતાની સ્ટોરી જાણશો તો તમે પણ દંગ રહી જશો.
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...
આ પણ વાંચો: ઓફિસથી માંડીને આ જગ્યાઓ પર રતિક્રિડા માણવાનું સપનું જોતી હોય છે મહિલાઓ
આ પણ વાંચો: Dandruff Treatment: મોંઘીદાટ પ્રોડક્ટ મોહમાયા છોડો, અપનાવો આ ઘરેલૂ નુસખા
બાળપણમાં ખેતરોમાં કર્યું કામ
સરોજ કુમારીનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના ચિરાવા સબડિવિઝનના બુડાનિયા ગામમાં બનવારીલાલ મેઘવાલ અને સેવા દેવીના ઘરે થયો હતો. બનવારી લાલ સેનામાંથી નિવૃત્ત હવાલદાર હતા પરંતુ તેમનું પેન્શન ઓછું આવતું હોવાથી ઘર ચલાવવા માટે સરોજ પરિવાર પિતાને ખેતીમાં મદદ કરતી હતી. સરોજકુમારીએ 8મા સુધી ગામની સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો હતો.
શાળાએ 6 કિમી ચાલીને જતા
ગામમાં વધુ અભ્યાસ શક્ય ન હોવાથી તેઓએ નજીકના અલીપુર ગામની સરકારી શાળામાં એડમિશન લીધું હતું. આ શાળા તેમના ગામથી 6 કિમી દૂર હતી. ત્યાં પહોંચવાનું કોઈ સાધન નહોતું. તેથી જ સરોજ તેની શાળાએ જવા માટે દરરોજ 6 કિમી ચાલીને જતા હતા. આટલા સંઘર્ષની વચ્ચે તેણે 12મી બોર્ડની પરીક્ષામાં (12th Board Exam Topper) ટોપ કર્યું હતું.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી
જયપુરથી ભણીને લેક્ચરર બન્યા
સરોજને અભ્યાસમાં ખૂબ જ રસ હતો. 12માં ટોપર બન્યા બાદ તેમણે જયપુરની મહારાણી કોલેજમાં એડમિશન લીધું. ત્યાંથી અભ્યાસ કરીને તે લેક્ચરર બન્યા પણ હવે તેમને સિવિલ સર્વિસમાં રસ હતો. UPSCની પરીક્ષામાં અમુક નંબર ચૂકી જવાને કારણે, તેમને ગુજરાત કેડર (IPS Saroj Kumari Current Posting)માં IPSની નિમણૂક મળી હતી..
IPS સરોજ કુમારીએ 2019 માં ડૉ. મનીષ સૈની (IPS Saroj Kumari Husband Dr. Manish Saini)સાથે લગ્ન કર્યા. બંનેને જોડિયા બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. સરોજની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. તેમની તસવીરો જોઈને કોઈને વિશ્વાસ ન થઈ શક્યો કે તે એક ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર છે.
આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો: LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube