Gujarat New DGP હિતલ પારેખ/ગાંધીનગર : આજે નવા ગુજરાતના DGP ના નામની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએસ વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપાયો છે. આ માટે 3 IPS અધિકારીઓ DGPની રેસમાં હતા. જેમાં સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય ફાવી ગયા છે. આજે સાંજ સુધીમાં થશે સત્તાવાર જાહેરાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને 6 માસનું એક્સ્ટેન્શન અપાયુ હતું. મહત્વનું છે કે આજે ગુજરાતના નવા DGPના નામની જાહેરાત થઈ શકે છે ત્યારે આ રેસમાં 3 નામ મોખરા પર છે. આ નામની વાત કરીએ તો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ ચર્ચાઈ રહ્યુ હતું. સાથે જ સુરતના સીપી અજય તોમર પણ આ રેસમાં સામેલ હતું. એટલું જ નહીં ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય પણ ગુજરાતના DGP બની શકે તેવી પુરી શક્યતાઓ હતી.


ગુજરાતના 4 શહેરોને મળ્યો વેરાનો ડામ, આવકના નામે લોકોના ખિસ્સાં ખંખેરાશે


ડભોઈ : બાળકને ધાવણ કરાવવામાં અસક્ષમ પત્નીને પતિએ આત્મહત્યા કરવા મજબૂર કરી


જાન્યુઆરી માસના અંતમાં આશિષ ભાટીયાનો પણ કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સટેન્શન અપાયું હતું. ત્યારે હવે નવા ડીજીપીની નિમણૂંક કરવાનો સમય આવી ગયો હતો. જેના બાદ વિકાસ સહાયનું નામ જાહેર કરાયુ હતું. ગુજરાતના નવા ડીજીપીના ત્રણ નામોની યાદી કેન્દ્રમાં ગુજરાત તરફથી મોકલવામાં આવી હતી. 


આ પણ વાંચો : 


મિલકત વેરાઓમાં તોતિંગ વધારો, અમદાવાદીઓ અને સુરતીઓના માથે કરોડો રૂપિયાનો બોજો વધ્યો


ગુજરાતમાં ભાજપને લોકસભામાં ક્લીન સ્વિપની હેટ્રિક કરવાની ઈચ્છા, શરૂ કરી દીધી તૈયારી