Ahmedabad Patel Couple Released in Iran: (હિતલ પારેખ, ગાંધીનગર): અમેરિકા જવાના ખ્વાબ જોનારા અનેક લોકોને મોત મળ્યું છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારાઓ ખોટો રસ્તો અપનાવે છે, જેથી તેઓ મોતના મુખમાં ધકેલાય છે. છેલ્લાં કેટલાય સમયથી એજન્ટના સહારે અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરનારા અકાળે મોતને ભેટ્યા છે. પરંતુ અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો જેને જોઈને ભલભલા કઠણ કાળજાની વ્યક્તિના હાજા ગગડી ગયા.  એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. પછી આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા. પરંતુ હવે આ સમગ્ર મામલે એક મોટા અપડેટ આવ્યા છે. ઇરાનનામા ગોંધી રખાયેલા ગુજરાતી દંપતિને ૨૪ કલાકમાં ભારત પરત લાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બબ્બે રાતના ઉજાગરા વેઠીને છોડાવ્યા


મળતી લેટેસ્ટ માહિતી મુજબ એક વોટ્સમેસેજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગયો અને 24 કલાકની અંદર જ છેક તહેરાનમા અપહરણકર્તાઓને ત્યાં ફસાયેલા પંકજ અને બહેન નિશા પટેલને છોડાવી દીધા. આ માહિતી પરિવારના જ એક સભ્યએ આપી છે. પરિવાર તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ પુત્રવધુ નિશા અને પુત્ર પંકજને ઈરાનના તહેરાનમાં ગોધી રાખી, ખંડણી માંગ્યાની જાણ રવિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ વોટ્સએપ મેસેજથી હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. તે વખતે તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગ દિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમા હતા. છતાંય રવિવારની રાતથી સોમવારે રાત એમ બબ્બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી, તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W, INTERPOLનો પણ સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાન માં ડેપ્યુટી ચીફ ઓફ મિશન શ્રી જહોન માઈનો સંપર્ક કરીને ભાઇ પંકજ અને નિશાને શોધવા મદદ માંગી હતી. 



પરિવારના જણાવ્યાં મુજબ હવે આ સઘળા પ્રયત્નોથી ગુજરાતી દંપતિ તહેરાનથી મળી આવ્યા છે. અને તેઓ સ્વદેશ આવવા રવાના થયા છે.  માત્ર ૨૪ કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનો પરિવારે આભાર પણ માન્યો છે. આ સાથે પરિવારે સ્પષ્ટપણે એવું પણ કહ્યું કે અમારી સાથે થયુ તેવુ કોઇની સાથે ન થાય. કોઇ બે નંબરમા, એજન્ટના દોરવાયા વિદેશ ન જાય. આ રસ્તો ખોટો છે.


શું હતો મામલો?
અત્રે જણાવવાનું કે અમદાવાદના એક દંપતી સાથે જે થયુ તે રુંવાડા ઉભા કરી દે તેવું છે. તેમનો એક એવો વીડિયો વાયરલ થઈ ગયો કે લોકો થથરી ગયા. એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા હતા. 


અમેરિકા જવાનું સપનું જોનારા જરૂર વાંચે, USA જવા નીકળેલા પટેલ દંપતીનું ઈરાનમાં અપહરણ


મહિલાએ આધાર કાર્ડની તસવીરમાં એવી વિચિત્ર ટીશર્ટ પહેરી..હવે થઈ રહી છે શરમથી પાણી પાણી


વિચિત્ર રિવાજ! અહીં કન્યાદાન સાથે સસરાંએ જમાઈ માટે પકડી લાવવા પડે છે 21 ઝેરી સાપ


પરિવારને મોકલાયો વીડિયો
પંકજ પટેલ પર યાતનાઓ કરતો આ વીડિયો તેના પરિવારજનોને મોકલાયા છે. જેમા એક વીડિયોમાં પતિ અને પત્ની સ્વીમિંગ પુલ પાસે ઉભા છે અને અમેરિકા જઈ રહ્યા હોવાનું જણાવે છે. તો બીજા વીડિયોમાં પંકજ પટેલ પર યાતનાઓ કરવામા આવી રહી છે. જોકે, જાણવા મળ્યુ છે કે, ગાંધીનગરમાં એક એજન્ટ દ્વારા અમેરિકા મોકલવાનું નક્કી થયુ હતું. પરંતુ રૂપિયા ન પહોંચતા પતિ પત્નીને અમેરિકાની જગ્યાએ ઈરાન લઈ જવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube